Video Call ના ઉપયોગ પર હવે લાગશે આ ચાર્જ, જાણો વિગત

પોસ્ટ કેવી લાગી?

Video Call

જો તમે પણ વીડીયો કોલ (Video Call) કરો છો તો આપને સાવધાની રાખવાની જરૂર છે. TRAI (ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા) એ જણાવ્યું છે કે વીડિયો કોલિંગ દરમિયાન ગ્રાહકોને ISD ચાર્જના હિસાબથી ચાર્જ ચૂકવવો પડી શકે છે. તેવામાં ગ્રાહકોને વીડિયો કોલિંગમાં તકેદારી રાખવાની જરૂર છે.

ટેલીકોમ કંપનીઓએ જણાવ્યું છે કે જો ગ્રાહક ઝૂમ (Zoom) અને માઇક્રોસોફ્ટ ટીમ્સ (Microsoft Teams), બ્લૂ જીન્સ (Blue Jeans), જિયો મીટ (Jio Meet) જેવી ઓનલાઇન વીડિયો કોલ કે મીટિંગ એપ (Meeting App) માટે ટોલ-ફ્રી નંબરનો ઉપયોગ નથી કરતા તો તેમનું બિલ આંતરરાષ્ટ્રીય કોલિંગ દરના હિસાબથી આવી શકે છે.

TRAI ના આદેશ બાદ ગ્રાહકોને SMS દ્વારા એલર્ટ મોકલવામાં આવ્યા હતા. ટેલીકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને જણાવી રહી છે, કે આ એપ્સમાં ડાયલ-ઇન ફીચરનો ઉપયોગ કરતાં ઇન્ટરનેશનલ નંબરો પર વીડિયો કોલ (Video Call) દરમિયાન ISD ચાર્જ લાગશે. TRAI અને ટેલીકોમ કંપનીઓએ ગત થોડા દિવસોમાં સતત ઘણા વધુ બિલ આવવાની ફરિયાદ કરી છે. આંતરરાષ્ટ્રીય સબ્સક્રાઇકર ડાયલિંગ એટલે કે ISD ચાર્જ એ હોય છે. જે આંતરરાષ્ટ્રીય કોલ કરતા લાગે છે.

જો કોલ સ્માર્ટફોનથી Video Call કરવામાં આવે છે અને એક આંતરરાષ્ટ્રીય નંબર કે પ્રીમિયમ નંબર ડાયલ કરવામાં આવે છે. જ્યારે સ્માર્ટફોન એક સેલ્યૂલર નેટવર્ક સાથે જોડાયેલો હોય છે તો ISD ચાર્જ જ લાગશે.

જો કોઈ પોતાના લેપટોપ/ડેસ્કટોપથી લોગ ઇન કરે છે અને બિલ્ટ ઇન ઓડિયોનો ઉપયોગ કરે છે તો તે ઠીક છે. પરંતુ જો મોબાઇલ ફોનથી થાય છે તે તેનો ચાર્જ લાગી શકે છે. વીડિયો કોલ (Video Call) માં ISD ચાર્જથી બચવા માટે લેપટોપ કે ડેસ્કટોપ કોમ્પ્યૂટરનો ઉપયોગ કરવો જરૂરી છે. તથા આ સાથ બિલ્ટ-ઇન વીડિયોનો ઓપ્શન પણ પસંદ કરવો પડશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures