Tata Sons

ભારે ખોટમાં ચાલી રહેલ એર ઇન્ડિયાને ટાટા ગ્રુપની કંપની ટાટા સન્સે (Tata Sons) ખરીદવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમજ ટાટા ગ્રુપે તેના માટે ડ્યૂ ડૂલિજન્સની શરૂઆત કરી દીધી છે. એક રિપોર્ટ અનુસાર ટાટા સન્સ (Tata Sons) ના પ્રવક્તાએ જણાવ્યું કે, કંપની તમામ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. Tata Sons વિચાર કર્યા બાદ જ એર ઇન્ડિયાને ખરીદવાના મામલે કોઈ નિર્ણય લેશે. જોકે તેના માટે કોઈ નાણાંકીય પાર્ટનરની શોધ કરવામાં નથી આવી રહી.

જો કે, એર ઇન્ડિયાને ખરીદવાના પ્રયત્ન કરી રહેલ કેટલીક અન્ય કંપનીઓ એર ઇન્ડિયા એક્સપ્રેસ માટે બોલી લગાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ કંપનીઓ આખી એર ઇન્ડિયા નહીં પરંતુ એર ઇન્ડિયા એક્સપ્રેસ માટે બોલી લગાવવા માગે છે. જેથી તેમને આ ડીલ સસ્તી પડે. જોકે હાલમાં સમગ્ર એર ઇન્ડિયા એક બિઝનેસ એન્ટિટી છે, જેમાં તેનું રિયલ એસ્ટેટ પણ સામેલ છે.

અત્યારે ટાટા ગ્રુપ ડ્યૂ ડિલિજન્સ માટે ટોપ લીગલ કંપનીઓ અને કન્સલટન્ટ્સ સાથે સલાહ સૂચન કરી રહી છે. થોડા સમય પહેલા જ એવા અહેવાલ આવ્યા હતા કે ટાટા ગ્રુપ એર એશિયા ઇન્ડિયા અને એર ઇન્ડિયાનું મર્જર કરશે અને તેને એક એન્ટિટીમાં બદલી દેશે. ટાટા ગ્રુપની હાલમાં બે એરલાઈન્સમાં હિસ્સેદારી છે. વિસ્તારામાં તેનો 49 ટકા હિસ્સો છે.

તેમજ એર એશિયા ઇન્ડિયામાં પણ હિસ્સેદારી 49 ટકા છે. તમને જણાવાનું કે, એર ઇન્ડિયાની ખોટ વધીને 8500 કરોડ રૂપિયાથી વધારે પહોંચી ગઈ છે. તો આટલી મોટી ખોટને કારણે સરકાર માટે તેને વેચવી મુશ્કેલ થઈ રહ્યું છે. ખરાબ નાણાંકીય સ્થિતિને કારણે હાલમાં એર ઇન્ડિયાએ પોતાના અનેક કર્મચારીઓને પગાર વગર રજા પર મોકલવાનો નિર્ણય કર્યો હતો. જોકે બાદમાં તેને પરત લઈ લીધો હતો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024