Textile market unit

  • સમગ્ર ગુજરાતમાં કોરોનાના કહેર સતત વધી રહ્યો છે.
  • સુરતમાં ગઈ કાલે ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા હતા.
  • તો સુરતમાં કોરોનાના કેસ વધવા લાગતા હીરા ઉધોગને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • સુરત SMC કમિશનરે આજે મહત્વનો નિર્ણય લેતા ટેક્ષટાઈલ માર્કેટ અને યુનિટો (Textile market unit) લઈને એક ગાઈડલાઈન જાહેર કરી છે.
  • આ ગાઈડલાઈન મુજબ કોઈ પણ યૂનિટમાં કોરોનાનો કેસ આવે તો માર્કેટ અને યુનિટ 7 દિવસ બંધ રહેશે.
  • આ સિવાય પોઝિટિવ કેસ આવતા ક્લસ્ટર વિસ્તાર જાહેર કરાશે.
  • ટેક્ષટાઈલ અને ડાયમંડ ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
  • વધતા કોરોનાનો કેસને કારણે આ નિર્ણય લેવાયો છે.
  • CM વિજય રૂપાણીએ જયારે સુરત આવેલા ત્યારે પત્રકાર પરીષદમાં ફરીથી હીરા ઉદ્યોગ શરૂ કરવાના સંકેતો આપી દીધા હતા.
  • જોકે, હીરા ઉદ્યોગને અમુક ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
  • સુરતમાં કોરોનાના સંક્રમણ વધવા લાગતા હીરાના કારાખાના બંધ કરી દેવામાં આવ્યા હતા.
  • ત્યારે હવે આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ હીરા ઉદ્યોગ ફરીથી શરૂ કરવાની જાહેરાત સાથે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
  • આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, આગામી 10 જુલાઈથી હીરા બજાર ચાલુ થશે.
  • તેમજ આગામી 14 જુલાઈથી હીરાના કારખાના ચાલુ થશે.
  • ઉપરાંત હીરા બજાર અને કારખાના માટે અલગથી ગાઈડલાઈન આપવામાં આવશે.
  • આ ગાઈડલાઈનનો કડક અમલ કરવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાના કેસો વધવા લાગતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા હતા.
  • ત્યારબાદ ખૂદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સુરત આવ્યા હતા.
  • ત્યારે હવે સુરત મ્યુનસિપલ કમિશ્નરે ટેક્સટાઇલ માર્કેટને લઈને મોટો નિર્ણય લીધો છે.
  • સુરતની કોઈપણ ટેકસટાઇલ માર્કેટમાં કે યુનિટ (Textile market unit) માં એકથી વધુ કોરોના કેસ આવશે તો કલસ્ટર જાહેર કરી 7 દિવસ માટે બંધ કરવામાં આવશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024