Heavy Rain

  • છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ (heavy Rain) ખાબકી રહ્યો છે
  • એમાં પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
  • રવિવારે દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં આભ ફાટ્યું હતું.
  • જામખંભાળિયામાં ફક્ત બે જ કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ (heavy Rain) ખાબક્યો હતો.
  • અને 8 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
  • ધોધમાર વરસાદને લઈને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
heavy Rain
  • જામખંભાળિયામાં જોત જોતામાં એટલે કે બે કલાકમાં અનરાધાર 12 ઈંચ વરસાદ (heavy Rain) તુટી પડ્યો હતો.
  • જેને કારણે દુકાનો, મકાનો સહિતના નીચાણવાણા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતાં.
  • ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
  • તો આ સાથે કલ્યાણપુરમાં 9 અને દ્વારકામાં 7 ઇંચ વરસાદ પડ્યો છે.
  • જ્યારે ભાણવડ-વિસાવદર-કુતિયાણામાં 6 ઇંચ અને સુત્રાપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.
  • તેમજ મેંદરડા-માણાવદરમાં 5-5 ઇંચ, ચીખલી, પારડી, વંથલી, વાપી અને જૂનાગઢમાં 4-4 ઇંચ અનરાધાર ભારે વરસાદ (heavy Rain) નોંધાયો છે.
heavy Rain
  • તથા વલસાડ અને કપરાડામાં પોણા 4 ઈંચ, જલાલપોર, ગીર ગઢડા, ગણદેવી, ખાંભામાં 3.5 ઈંચ વરસાદ, કેશોદ અને નવસારીમાં સવા 3 ઈંચ વરસાદ, બગસરા, તલાળા અને ધોરાજીમાં 3 ઈંચ વરસાદ, કાલાવડ, ટંકારા, ધારીમાં પોણા 3 ઈંચ વરસાદ, ચોર્યાસી, રાજુલા, વાલપુર, વાંકાનેર, ઉના, ભિલોડામાં 2.5 ઈંચ વરસાદ (rain) પડ્યો છે.
  • આ ઉપરાંત ઉમરગામ, સાવરકુંડલા, વેરાવળ, જામજોધપુર, ધ્રોલ, પલસાણા, જાફરાબાદ, કોડિનારમાં સવા 2 ઈંચ અને ખેરગામ, અમરેલી, ચૂડા, સાયલામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.
  • કેટલાક સ્થળોએ કાચા મકાનોની દિવાલો અને વૃક્ષો ધરાશાયી થયા હતા.
  • સાંજે 6 થી 8 વાગ્યા વચ્ચે જ આભ ફાટયું હોય એમ બે કલાકમાં ખંભાળિયાનાં ગ્રામ્ય વિસ્તારોમાં 12 ઇંચ વરસાદ પડી ગયો હતો.
  • આ જગ્યાએ આટલો વરસાદ નોંધાયો।
ખંભાળિયા18 ઈંચ
રાણાવાવ8 ઈંચ
મોટી પાનેલી7 ઈંચ
પોરબંદર7 ઈંચ
ગિરનાર6 ઈંચ
કલ્યાણપુર5 ઈંચ
કુતિયાણા5 ઈંચ
માણાવદર4.5 ઈંચ
વિસાવદર4.5 ઈંચ
સૂત્રપાડા4 ઈંચ
જાફરાબાદ4 ઈંચ
વલસાડ4 ઈંચ
પારડી4 ઈંચ
મેંદરડા4 ઈંચ
વાપી3.2 ઈંચ
જૂનાગઢ3 ઈંચ
કપરાડા3 ઈંચ
ગીરગઢડા3 ઈંચ
માળિયા3 ઈંચ
ખાંભા3 ઈંચ
દીવ3 ઈંચ
ખાંભા3 ઈંચ
ધારી2.5 ઈંચ
વાંકાનેર2.5 ઈંચ
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024