Saath Nibhana Saathiya-2
સાથ નિભાના સાથિયા આ શોના નિર્માતાઓ ‘સાથ નિભાના સાથિયા 2’ (Saath Nibhana Saathiya-2) લાવવાની તૈયારીમાં છે. આ સિરિયલના નિર્માતા રશ્મિ શર્માએ પુષ્ટિ આપીને જણાવ્યું હતું કે ‘સાથ નિભાના સાથિયા 2’ની તૈયારી કરવામાં આવી છે.
જો કે, એવા અહેવાલો મળી રહ્યા છે કે, દેવોલિના ભટ્ટાચાર્જી ફરી એકવાર ‘ગોપી વહુ’ ની ભૂમિકા નિભાવતી જોવા મળશે. તેમજ આ સાથે એવી પણ ચર્ચા થતી હતી કે સિરીયલમાં ગોપી વહુ સાથે કયો અભિનેતા દેખાશે? જો કે, આ મામલે ફેન્સમાં ભારે ઉત્તેજના છે.
- Loan: ગુજરાતમાં આ વર્ષે બેન્કો આપશે 10 લાખ કરોડની લોન્સ…
- LIC માં સરકાર પોતાનો આટલા ટકા હિસ્સો વેચવાની તૈયારીમાં…
સૂત્રો મુજબ ‘સાથ નિભાના સાથિયા 2’ (Saath Nibhana Saathiya-2) માટે સિદ્ધાર્થ શુક્લા મેકર્સની પહેલી પસંદ મુખ્ય અભિનેતા તરીકે છે. મેકર્સ હાલમાં તેની સાથે વાતચીત કરી રહ્યા છે.
સિદ્ધાર્થ શુક્લા અને દેવોલિના ભટ્ટાચાર્જીને એક ફ્રેમમાં જોવું અત્યંત મનોરંજક હશે. બંને ‘બિગ બોસ 13’માં બંનેનો તાલમેલ હજી સુધી કોઈ ભૂલી શક્યું નથી. તો હવે આ બંનેને ‘સાથ નિભાના સાથિયા 2’માં સાથે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.
અત્યારે વાતચીત પહેલા તબક્કામાં છે, જો વસ્તુઓ બરાબર હશે તો તેમના ફેન્સ આશ્ચર્યચકિત થઈ જશે. પરંતુ અત્યારે કોઈપણ પુષ્ટિ કરી શકાય નહીં જ્યાં સુધી નિર્માતા તરફથી કોઈ માહિતી આપવામાં ના આવે.’
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.