SBI ATM
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ (SBI) ATM ફ્રોડના વધતા કેસોને જોતા એટીએમથી કેશ નીકળવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. સૂત્રો પ્રમાણે 18 સપ્ટેમ્બરથી આ સુવિધા દેશભરમાં દરેક એસબીઆઈ એટીએમ પર લાગૂ થશે.
બેંકે એટીએમ (SBI ATM) માં વન ટાઇમ પાસવર્ડ (OTP) બેસ્ડ ATM વિડ્રોલ સુવિધાને 24×7 લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ અગાઉ બેંકે રાતના સમયે એટીએમ ફ્રોડથી બચવા માટે ઓટીપી આધારિત એટીએમ વિડ્રોલની સુવિધા 1લી જાન્યુઆરી 2020થી શરૂ કરી હતી.
આ સુવિધા મુજબ રાતના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી એસબીઆઈ એટીએમથી 10,000 રૂપિયા અથવા તેનાથી વધુ કેશ ઉપાડવા સમયે ઓટીપીની જરૂરીઆત હોય છે.
એક રિપોર્ટ મુજબ ઓટીપી આધારિત રોકડ ઉપાડ સુવિધા માત્ર એસબીઆઈ એટીએમમાં જ ઉપલબ્ધ છે. કારણ કે નોન-એસબીઆઇ એટીએમમાં નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ(એનએફએસ) સર્વિસને વિકાસિત કરવામાં આવી નથી.
જો કે, આ સુવિધાને લાગૂ કરવાથી એસબીઆઈ ડેબિટ કાર્ડધારક, છેતરપિંડી, અનધિકૃત ઉપાડ, કાર્ડ સ્કીમિંગ, કાર્ડ ક્લોનીંગ અને અન્ય જોખમોથી બચી શકશે. હવે આ સુવિધા 24×7 કરવા અંગે બેંકે તૈયારી કરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.