RBI
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) એ બેંકોને રાહત આપતા કન્ઝર્વેટિવ કેશ બફર નિયમ લાગુ કરવાના નિર્ણયને 6 મહિના માટે સ્થગિત કર્યો છે. તમને જણાવી દઈએ કે, સીસીબી નિયમ અંતર્ગત બેંકોને 0.625 ટકાની અતિરિક્ત મૂડી અનામત રાખવી અનિવાર્ય છે. તથા કેન્દ્રીય બેંકે આ નિર્ણય કોવિડ-19 સંકટના કારણે કર્યો છે.
RBI ના નોટિફિકેશન મુજબ, કોરોનાના કારણે સતત બનેલા દબાવને જોતા સીસીબીના 0.625 ટકાના અંતિમ ચરણને લાગુ કરવાની અંતિમ તારીખને 30 સપ્ટેમ્બર 2020થી વધારીને 1 એપ્રિલ 2021 કરી દેવામાં આવી છે. covid-19 સંકટને કારણે ઇન્ડિયા બેન્કિંગ સેક્ટરની હાલત ઘણી ખરાબ છે. તેમની સામે NPA નો વધતો પહાડ ઘણો મોટો પડકાર છે.
આવતીકાલે ગવર્નર શક્તિકાંત દાસ મીડિયા સાથે વાત કરશે અને MPC દ્વારા લગાવવામાં આવેલા નિર્ણય વિશે જાણકારી આપશે. આ ઉપરાન્ત ગત દિવસોમાં એક રિપોર્ટ આવ્યો હતો કે સરકાર બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ આવ્યા બાદ બેંકોને 20 હજાર કરોડ ફંડ જાહેર કરી શકે છે. તથા રિઝર્વ બેંકના મૉનિટરી પૉલિસી કમિટીની બેઠક 29 સપ્ટેમ્બરથી ચાલી રહી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.