Navratri

Navratri

17 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે.  નવરાત્રિ (Navratri) એટલે માતાની આરાધના કરવાના દિવસો. નવરાત્રિમાં અનેક માઈ ભક્તો માતાના દર્શન કરવા મંદિરમાં જતા હોય છે. તો અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.

કોરોનાકાળમાં નવરાત્રિ (Navratri) દરમિયાન અનેક મંદિર દર્શનાર્થી માટે બંધ રહેવાના છે.  પરંતુ નગરદેવી મા ભદ્રકાળીનું મંદિર નવરાત્રિમાં ખુલ્લું રાખવામાં આવશે. તથા આ નવરાત્રિમાં દર્શનાર્થીઓ મા ભદ્રકાળીના દર્શન કરી શકશે.

ભક્તોમાં નવરાત્રિ ()Navratri) માં નગરદેવીનું મંદિર ખુલ્લુ રહેશે તે જાણીને ઉત્સાહ ફેલાયો છે. જો કે, નગરદેવી મા ભદ્રકાળી મંદિરને સરકારની ગાઇડલાન મુજબ ખુલ્લુ રાખવામાં આવશે. તથા સામાજિક અંતર સાથે મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરી શકશે.

નગરદેવીનું મંદિર કોરોનાકાળ દરમ્યાન લગાવેલ લોકડાઉનમાં લાંબો સમય સુધી બંધ કરવામાં આવ્યું હતું. આ બાદ મંદિર ખૂલતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. જોકે, મંદિર પ્રશાસન સામે નવરાત્રિ (Navratri) માં ભક્તોનું મેનેજમેન્ટ કરવું આકરું બની રહેશે.

નવરાત્રિના નવ દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં આવતા હોય છે. તેમજ મંદિર પણ મુખ્ય બજારની વચ્ચે છે. તો આવામાં કોરોના ગાઈડલાઈનને ફોલો કરવી મહત્વની છે. નહિ તો, સંક્રમણ ભક્તોમાં વધી શકે છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024