This leader belonging to Congress can join BJP

દિલીપસિંહ રાજપૂત, Banaskantha :  લોકસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટા ભંગાણના એંધાણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે બનાસકાંઠાના કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી (Govabhai Rabari) ભાજપમાં જોડાઈ શકે છે. ગોવાભાઈ રબારીની ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે ગઈકાલે બેઠક થયાની ચર્ચા ચાલી રહી છે. ગોવાભાઈને ભાજપમાં લાવવા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે.

ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટા ભંગાણના એંધાણ છે. મળતી જાણકારી અનુસાર, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ગઈકાલે બેઠક થયાની ચર્ચા છે. ગોવાભાઈને પક્ષમાં લાવવા ભાજપના દિગ્ગજ નેતાઓ શંકર ચૌધરી, બળવંતજી રાજપૂતે ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે.

ઉલ્લેખનીય છે કે ગોવાભાઈ રબારી 35 વર્ષથી કૉંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમણે સાત વખત કૉંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. ધાનેરામાં 1995માં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. દિયોદરમાંથી ભાજપના ઉમેદવાર સામે તેઓને એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ડીસાથી બે વખત કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડાના રહેવાસી છે. તે સિવાય તેઓ ગામના સરપંચ અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે તેમના પુત્ર સંજય રબારીને હાર મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024