50 thousand per kg sweet

દિવાળી(Diwali)નું પર્વ આવી રહ્યું છે. સૌ કોઈ મીઠાઈ સહિતની વસ્તુઓની ખરીદી થઈ રહી છે. બે વર્ષ પછી આ વર્ષે લોકો દિવાળીના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. અને તેથી આ વર્ષની દિવાળી ખાસ છે. આ દિવાળીને વધુ ખાસ બનાવે છે મીઠાઈઓ. આમાં મોંઘી મીઠાઈની વાત કરીએ તો એક કે બે હજાર રૂપિયાની કિલો નહીં પણ બજારમાં એવી પણ મીઠાઈઓ મળી રહી છે, જેના ભાવ જાણીને તમારા હોશ ઉડી જશે. જી હા આ મોંધી મીઠાઈઓ જે ધૂમ મચાવી રહી છે તેની કિંમત 50 હજાર રૂપયા પ્રતિકિલો અને 25 હજાર રૂપિયા પ્રતિકિલો છે

સાંભળીને જ આંખો પહોળી થઈ જાય એવી આ મીઠાઈઓ હાલ વેચાઈ રહી છે. અમદાવાદ(Ahmedabad) શહેરની એક મીઠાઈ(Sweet)ની જાણીતી બ્રાન્ડે આ વર્ષે 50 હજાર પ્રતિ કિલો(50 thousand per kg)ના ભાવની ગોલ્ડન પિસ્તા નોજા ડિલાઈટ મીઠાઈ અને 25 હજાર પ્રતિ કિલો(25 thousand per kg)ના ભાવની ગોલ્ડન આલમોન્ડ બોલ જેવી મીઠાઈ બનાવી છે. આ મીઠાઈ પર 24 કેરેટ સોના(24 carat gold)ના વરખની સાથે મોંઘા ડ્રાયફ્રુટ(dryfruits)નો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આટલી મોંઘવારીમાં પણ આ મોંઘી મીઠાઈનું 30 કિલોગ્રામનું એડવાન્સ બુકિંગ થઇ ચૂક્યું છે. જેને લઈને મીઠાઈની દુકાનના માલિક ખૂબ જ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024