દીપાવલીના દિવસો દરમિયાન અમદાવાદ(Ahmedabad)માં ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમનનું ચુસ્તપણે પાલન થાય તે પ્રમાણેનો એક્શન પ્લાન બનાવી લીધો છે.રોડ પર આડેધડ પાર્કિંગ કરી નાગરીકોને રસ્તે અવર-જવરમાં અવરોધક બનતા પાર્કિંગ(Parking) પર હવે પોલીસનો પહેરો રહેશે. ગેરકાયદે પાર્કિંગ હશે તો વાહન ઉઠાવીને લઇ જવા માટેની પણ પુરતી તૈયારી થઇ ગઈ છે.

ટ્રાફિક સમસ્યા હળવી બનાવવા તૈયારી

દીપાવલીના દિવસોમાં નાગરીકો માટે હરવા-ફરવાના અને અડચણરૂપ ટ્રાફિક(Traffic) ઉભો ના થયા તેની જવાબદારી પોલીસે લીધી છે.સાથોસાથ ગમે ત્યાં વાહન પાર્ક કરીને ખરીદી કરવા જવા ટેવાયેલા નાગરીકો આ દિવાળી(Diwali)ના દિવસોમાં આવી હરકત કરશે તો ખીસાને તો ભારે પડશે જ પણ તહેવારના દિવસોમાં ઉઠાવાયેલું વાહન છોડાવવા ટાંટિયા તોડતા જવું પડશે. અમદાવાદના ટ્રાફિક વિભાગે ભીડ-ભાડવાળા સ્થળે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પ્લાન બનાવ્યો છે. નો પાર્કિંગમાં પાર્ક વાહનો ડિટેઈન કરવા 15 ક્રેન કાર્યરત રહેશે તો પૂરપાટ ગતિએ વાહન ચલાવનારા શોખીનો પણ આ તહેવારોમાં સંયમથી વાહન નહિ ચલાવે તો 5 ઈન્ટરસેપ્ટ વાન ને તહેનાત કરાઈ છે જે તમારો પીછો કરી તમને આંતરી શકે છે.

છાકટાઓને કરાશે સીધા ‘અંદર’

દિવાળીના તહેવારના દિવસોમાં નશામાં છાકટા બનીને બહાર નીકળવાના શોખીનો પર પણ નકેલ કસવામાં આવશે. પોલીસે 200 જેટલા બ્રેથ એનલાઈઝરનો ઉપયોગ કરી નશામાં ધૂત થઈને બહાર નીકળનારાઓને ઝડપી લેશે. આ ઉપરાંત પણ ગેરકાયદે રીતે પાર્ક થયેલા વાહનોને પણ ડીટેન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024