Harij
હારીજ (Harij) શિશુ મંદિર સ્કૂલ પાસે આવેલા મેદાનમાં પ્રેમી સાથે ઊભેલી બહેનને જોઈ જતા બે ભાઇઓએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલામાં પોલીસે હારીજ અને પાલોલીના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.
આ શખ્સો દ્વારા યુવકને ધોકા અને સિમેન્ટ કોંક્રીટના પથ્થરથી મારમારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ આ મામલામાં પોલીસે ત્રણની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ જુઓ : 15 મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિન્યુએબલ એનર્જી પાર્કના ખાતમૂર્હત માટે કચ્છ આવશે
આ મામલામાં હારીજમાં રહેતી આ યુવતી ભુરાભાઈ રામાભાઇ સાથે પ્રેમ સંબંધ હોવાથી 1 ડીસેમ્બરે હારીજની શિશુ મંદિર સ્કૂલ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં મળવા માટે ગઈ હતી. તે દરમિયાન યુવતીના ભાઈઓ સંજયજી ખેંગારજી ઠાકોર શૈલેષજી ખેંગારજી ઠાકોર અને પાલોલીના લાલજી કેશાજી ઠાકોર યુવતીને પ્રેમી સાથે જોઈ યુવકને ધોકા અને પથ્થરો વડે મારમારી ગંભીર ઈજાઓ કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ મામલામાં પોલીસે સંજયજી ખેંગારજી ઠાકોર, શૈલેષજી ખેંગારજી ઠાકોર અને લાલાજી કેશાજી ઠાકોરની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.