Pulwama
જમ્મુ-કાશ્મીરના પુલવામા (Pulwama)ના જદુરા વિસ્તારમાં ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણ થવાના સમાચાર મળ્યા છે. આ અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયાના અહેવાલ મળ્યાં છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા પ્રમાણે રાત્રે 1 વાગ્યે પોલીસ અને સુરક્ષાદળોએ આતંકીઓને પકડવા માટે અભિયાન શરૂ કર્યું હતું. આ અથડામણ દરમિયાન એક જવાન શહીદ થયો છે. ઘાયલ થયા બાદ જવાનને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ જુઓ : ટૂંકું ને ટચ : IPL 2020 માંથી આ બેટ્સમેન ટૂર્નામેન્ટથી બહાર
ભારતીય સુરક્ષાદળોને બાતમી મળી હતી કે અમુક આતંકીઓ પુલવામા (Pulwama)ના જદુરા વિસ્તારમાં છૂપાયેલા છે. બાતમીના આધારે સુરક્ષાદળોએ સ્થાનિક પોલીસને સાથે મળીને આખા વિસ્તારની ઘેરબંધી કરી લીધી હતી. આ દરમિયાન એક ઘરમાં આતંકી ગતિવિધિ જોવા મળી હતી.
#UPDATE: One soldier who was critically injured has succumbed to his injuries in an encounter that started last night in Zadoora area of Pulwama. Joint operation in progress: PRO Defence, Srinagar https://t.co/dX8P0q1ltT
— ANI (@ANI) August 29, 2020
આ પણ જુઓ : નર્મદા ડેમના 10 દરવાજા ખોલતા 3 જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા
સુરક્ષાદળોએ આતંકીઓને હથિયાર ફેંકીને બહાર આવવાનું કહ્યું હતું. ત્યારબાદમાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેથી ભારતીય સુરક્ષાદળોએ પણ ફાયરિંગ કર્યું હતું. માહિતી પ્રમાણે ત્રણ આતંકીને ઠાર કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છૂપાયા હોવાની સંભાવના હોવાથી સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.