અમદાવાદની 7 વર્ષની છોકરીને પોર્ન વીડિયો જોવાની લત લાગી…

Ahmedabad

Ahmedabad

અમદાવાદ (Ahmedabad) માં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. અમદાવાદની એક 7 વર્ષની બાળકી તેની મમ્મીના સ્માર્ટફોનમાં પોર્ન સાઈટ જોતી હતી. આ જોઈને માતાપિતા ગભરાઈ ગયા હતા. હાલ સમગ્ર મામલો સાયબર એક્સપર્ટ પાસે પહોંચ્યો છે અને હાલ બાળકીની સારવાર શરૂકરવામાં આવી છે. 

અમદાવાદના અપર મિડલ ક્લાસ પરિવારમાં એક 7 વર્ષની બાળકી છે. ઓનલાઈન ક્લાસ માટે આ બાળકી પાસે મોબાઈલ રહેતો હતો. અભ્યાસ બાદ મમ્મીનો ફોન પકડીને રમતી બાળકીથી અજાણતા એક લિંક ખૂલી, જ્યાં પોર્ન વીડિયો હતા. ત્યારે રમતા રમતા બાળકીને પોર્ન સાઈટ અને પોર્ન વીડિયો જોવાની આદત લાગી ગઈ. 

આ પણ જુઓ : બે યુવાનોએ વૃદ્ધને સમલૈંગિક સંબંધોની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવ્યા

ત્યારબાદ એક દિવસ બાળકીએ મમ્મીને પોર્ન વીડિયો બતાવીને ન પૂછવાના પ્રશ્નો પૂછવાના શરૂ કર્યાં. જે જોઈને તેની માતા હેબતાઈ ગઈ હતી. ત્યારે મહિલાએ પતિને આ વાત કરી હતી. ત્યારબાદ બંનેએ બાળકીને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તે લાંબા સમયથી આવા વીડિયો જોતી હતી.  

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here