Surat boy died

દિવાળી(Diwali)ના તહેવારમાં ફટાકડાં ફોડવાનું બાળકોમાં ઘેલું હોય છે. દરેક બાળકોને મા-બાપ ફટાકડાં પણ અપાવતાં હોય છે પરંતુ બાળકો એ ફટાકડાં સાથે શું કરે છે તે જોવાનું ચુકી જતાં તમામ મા-બાપની આંખો ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડિંડોલીમાં 3 વર્ષના બાળક માટે તેના પિતા ફટાકડાં લઈ આવેલાં. બાળક નાનું હોવાથી ફેંકે અને ફૂટે તેવા પોપ-પોપ સુથારી કામ કરતાં મૂળ બિહારના વતની એવા પિતા દુકાનેથી લાવ્યા બાદ ઘરે મૂક્યાં હતાં. જો કે, બાદમાં એ ફટાકડાં ફોડવાની જગ્યાએ બાળક ગળી ગયું હોય તેમ બીમાર પડ્યું અને દવા લીધા બાદ પણ સારૂં ન થયું. પરંતુ ઝાડા-ઊલટીમાં પોપ-અપ ફટાકડા નીકળ્યાં બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયું હતું. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કરી ફટાકડાં બાળક ખાઈ જવા બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સાથે જ તબીબોએ તમામ વાલીઓએ દિવાળીના ફટાકડા ફોડતી વખતે જાગૃત રહેવા અપીલ કરી હતી.

24 કલાક બીમાર રહ્યા બાદ ઝાડા-ઊલટી થયેલા

રાજ શર્માએ જણાવ્યું હતું કે, તે 8 મહિના પહેલા જ બિહારથી સુરત આવ્યો હતો. સુથારકામ કરી પત્ની 3 વર્ષનો મોટો પુત્ર શોર્ય અને 2 વર્ષની દીકરીનું ગુજરાન ચલાવી રહ્યો હતો. 24 કલાકથી અચાનક બીમાર પડેલા માસુમ પુત્રને લઈ તેઓ ચિંતિત હતાં. નજીકના ડૉક્ટરની સારવાર દરમિયાન અચાનક ઉલટી શરૂ થતાં આશ્ચર્યમાં પડી ગયાં હતાં. જેમાં આજે સવારે ઉલ્ટીમાં ફટાકડાના પોપ-પોપ નીકળતા પત્ની અંજલી ચોકી ગઈ હતી.

પોપ-પોપ વાળી ઉલટી જોઈ ડોક્ટરને જાણ કરી

બસ મળસ્કે દીકરાની પોપ-પોપ વાળી ઉલટી જોઈ ડૉક્ટરને ફોન કર્યો હતો. સ્થાનિક ડોક્ટરના ક્લિનિકમાં બોટલ ચઢાવ્યા બાદ ડોક્ટરોએ તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહેતા અમે અહીંયા આવ્યા હતા. જ્યાં માસુમ શૌર્યને મૃત જાહેર કરાયો હતો. ખબર નથી પડતી મૃત્યુનું શુ કારણ હશે. હાલ પોલીસની રાહ જોઈ રહ્યા હોવાનું વધુમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું.

પીએમ નથી કરાવવું-પરિવાર

સંબંધીઓએ જણાવ્યું હતું કે, સાહેબ પોસ્ટમોર્ટમ નથી કરાવવું, ફટાકડા ખાઈ જતા કોઈએ જોયું નથી. પણ ઉલટી થયા બાદ ફટાકડા (પોપ-પોપ) માતાએ જોયું છે. બીજું કે BHMS ડોક્ટરે બોટલ ચઢાવ્યા બાદ દીકરાની તબિયત બગડી હતી. એટલે સિવિલ લઈ આવ્યા હતાં. જ્યાં શોર્યને મૃત જાહેર કરાયો છે. ખબર એ નથી પડતી કે, મૃત્યુનું કારણ શું છે. પોસ્ટમોર્ટમ ન થાય એ માટે પોલીસને પણ વિનંતી કરી છે. પણ કોઈ સાંભળતું જ નથી.

પોપ-પોપ ફટાકડાને સળગાવવા પડતા નથી

ફટાકડાની અવનવી વેરાઈટીઓમાં સાવ નાના બાળકો માટે પોપ-પોપ ફટાકડા ભારે ડિમાન્ડમાં રહે છે. પોપ-પોપ ફટાકડા મોટા ચણાના દાણા જેવડી સાઈઝના હોય છે. કાગળની પોટલી જેવા ફટાકડામાં રેતી અને દારૂનું મિશ્રણ કરેલું હોય છે. જે ફેંકતા જ જમીન કે દિવાલ સાથે અથડાતાં જ ફૂટે છે. સામાન્ય અવાજ આપતાં આ પોપ-પોપ ફટાકડાના એક પેકેટની કિંમત 5થી 10 રૂપિયા સાઈઝ પ્રમાણે હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024