પાટણ શહેરમાં ટ્રાફિક ની સમસ્યા માથાના દુખાવા સમાન બનતી જાય છે ત્યારે પાટણ જિલ્લા અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છાસવારે ટ્રાફિક ડ્રાઈવે ગોઠવી વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવતો હોય છે પરંતુ ટ્રાફિક પોલીસની કામગીરી માત્ર દ્વીચક્કી વાહન ચાલકો માટે જ હોય તેમ માત્ર બાઈક સવારોને જ નિશાન બનવવામાં આવતા હોય છે જયારે હાઇવે માર્ગો ઉપર પુરઝડપે દોડતા ટરબાઓને છાવરવામાં આવતા હોય છે અને આવા પુરઝડપે દોડતા ટર્બોઓના લીધે ઘણીવાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.

ત્યારે શહેરના સિદ્ધપુર ચાર રસ્તા નજીક મૂળ વાગદોડ ના રહેવાથી અને હાલ પાટણ હોસાપુર નજીક આવેલ આયુષ ટાઉનશીપ માં રહતા પરેશભાઈ પટેલ પોતાની પત્ની ને પુત્ર જેનિષ સાથે આવી રહ્યા હતા ત્યારે પાછળ થી પુરઝડપે આવી રહેલ ટર્બોના ચાલકે દંપતી ને અડફેટે લીધા હતા જેમાં પુત્ર જેનિષ નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજવા પામ્યું હતું તો દંપતી ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યારે નોંધનીય છે કે સિદ્ધપુર સર્કલ ઉપર બે કોન્સ્ટેબલ અને અગિયાર જેટલા ટીઆરબી જવાનો ટ્રાફિક નિયમન કરે છે. ત્યારે આ ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.અને જિલ્લા પોલીસવડા દ્વારા આ સર્કલ ઉપર ઉભા રહેતા પોલીસ જવાનો સામે લાલ આંખ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. બનાવ સમયે સર્કલ પર 11 ટ્રાફિક જવાનો ફરજ પર હોવા છતાં વધુ એક ઘટના બની હોવાનો રોષ પણ લોકોએ વ્યકત કર્યો હતો.

ટ્રાફિક પીએસઆઈ કલ્પના ગોસ્વામીએ જણાવ્યું કે ઘટના સમયે કોઈ ટ્રાફિક ન હતું. ચાણસ્મા હાઇવે તરફથી ડમ્પર નીકળી શિહોરી હાઇવે બાજુ તરફ હતું હતું તે સમયે જ બાઈક સવાર ભાઈ ડમ્પરને નજીકથી ક્રોસ કરી નીકળી જવા પસાર થતાં ડમ્પરની ટક્કર લાગતા ઘટના સર્જાઈ હતી તેવું સીસીટીવીમાં જોવા મળ્યું છે. ટ્રાફિક બિગ્રેડ ત્યાં ફરજ પર હતા જે નિયમન કરી રહ્યાં હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.