દાહોદ : સંજેલીમાં પતિ-પત્ની સહિત 4 બાળકોની ગળા કાપીને ક્રૂર હત્યા.

પોસ્ટ કેવી લાગી?
  • દાહોદના સંજેલીમાં એક પરિવારના 6 લોકોની હત્યાથી રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ચાર બાળકો સહિત પરિવારના છ એ છ સભ્યોને મોતને ઘાટ ઉતારી દેતા આખા પંથકમાં એરેરાટી ફેલાઈ ગઈ છે. હત્યારા એવા કેવા ઘાતકી હશે કે ચાર ચાર માસૂમ બાળકોને પણ પતાવી દીધા હશે? હત્યામાં એકથી વધુ માણસો હોવાનું મનાઈ રહ્યું છે. નજીકના સમય થયેલાં સામુહિક હત્યા કેસમાં રાજ્યનો સૌથી મોટો હત્યાકાંડ છે.
  • એક પરિવારના 6 લોકોની હત્યા
  • ગાળ પર તિક્ષ્ણ હત્યાના ઘા મારીને હત્યા
  • 4 બાળકો અને દંપત્તિની હત્યા
  • સાબીર ભાભોર, દાહોદ : દાહોદ જિલ્લા (Dahod District)ના સંજેલી તાલુકા (Sanjeli Block)માં એક જ પરિવારના 6 સભ્યોની હત્યા (Mass Murder)નો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સંજેરીના તરકડા મહુડી (Tarkadi Mahuva Village) ગામમાં રહેતા એક પરિવારના 4 બાળકો અને પતિ-પત્ની હત્યા કરેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.
  • મળતી માહિતી અનુસાર, તરકડા મહુડી ગામ એ સમયે ઘેરા આઘાતમાં સરી ગયું જ્યારે એક ક્રૂર હત્યાનો મામલો સામે આવ્યો. પ્રથમ દૃષ્ટિએ સામૂહિક હત્યાના આ મામલામાં પતિ-પત્નીની હત્યા કરેલી લાશ મળી આવી છે. ઉપરાંત મૃતકોમાં ચાર સંતાનોનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ છોકરા અને એક છોકરી ભોગ બન્યા છે. મૃતકોમાં ભરત પલાસ (40 વર્ષ), પત્ની સનીબેન પલાસ (34 વર્ષ), દીકરો યમરાજ પલાસ (11 વર્ષ), દીકરી દીપિકા પલાસ (9 વર્ષ) તથા દીકરા પ્રીતેશ પલાસ (5 વર્ષ) અને રવિ પલાસ (3 વર્ષ) સમાવેશ થાય છે.
  • પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે કે, સમગ્ર પરિવાર જ્યારે ઘેરી ઊંઘ લઈ રહ્યો હતો ત્યારે જ તેમની હત્યા કરવામાં આવી હશે. ખેતરની બાજુમાં આવેલા કાચા મકાનમાં સૂઈ રહેલા પરિવારના 6 સભ્યોની ક્રૂર હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે.
  • પરિવારના ચાર સભ્યો ઘરની બહાર સૂઈ રહ્યા હતા ત્યારે તેમને ઊંઘમાં જ હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
  • જ્યારે, અન્ય બે સભ્યો ઘરની અંદર સૂઈ રહ્યા હતા ત્યારે જ તેમનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હોઈ શકે છે. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી સમગ્ર પરિવારની હત્યા કરવામાં આવી હોઈ શકે છે.
  • ઘટનાની જાણ થતાં, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને જરૂરી કાર્યવાહી કરી લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
  • આ ઉપરાંત, પોલીસે હત્યા પાછળનું કારણ શું હોઈ શકે છે અને કોણે હત્યા કરી હશે તે બાબતે ઊંડી તપાસ શરૂ કરી દીધી છે.
  • સામૂહિક હત્યા વિશે માહિતી આપતાં જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે જણાવ્યું કે, 40 વર્ષના ભરત પલાસની સાથોસાથ પત્ની અને ચાર બાળકોની હત્યા કરવામાં આવી છે. તેમના ગળાના ભાગે ઈજાના નિશાન દેખાયા છે. પોલીસ એફએસએલ અને ડૉગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની પાંચ ટીમો બનાવી આ ઘટનાને ઉકેલવા માટે લગાવવમાં આવી છે. પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ વધુ તથ્યો બહાર આવી શકે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

જાહેરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan