165 કિમીની ઝડપે વાવાઝોડું ત્રાટકશે: અરબી સમુદ્રમાં વેરાવળથી 340 કિમી દૂર વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બપોરે 12 વાગ્યાની સ્થિતિએ windy.com મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં સૌ પ્રથમ 13 જૂન વહેલી સવારે 3 વાગ્યે વલસાડને અસર કરીને 5 વાગ્યે 165 કિમીની ઝડપે દીવ, ઉના, વણાકબારા, કોડિનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં પ્રવેશ કરશે. સવારે 8 વાગ્યા સુધીમાં વેરાવળ, માંગરોલ અને માળિયામાં ત્રાટકશે. વેરાવળમાં અસર કરતુ વાવાઝોડું રાત્રે 8 વાગ્યે ફરી માંગરોલમાં ત્રાટકશે.
ત્યારબાદ 14મીએ સવારે 3 વાગ્યે નવાબંદર, સવારે 5 વાગ્યે પોરબંદરમાં ત્રાટકશે. 14મી સાંજે 6 વાગ્યે વાવાઝોડું દ્વારકા પહોંચશે અને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે ધીમે-ધીમે બહાર નીકળી જશે. અને આખરે આ વાવાઝોડું 16મીએ રવિવાર સાંજે સમુદ્રમાં શમી જશે.
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો ભય ફેલાયો છે ત્યારે આ વાવાઝોડું ગુજરાતમાં સવારે 5 વાગ્યે દીવ, ઉના અને કોડિનારથી 165 કિમીની ઝડપે ત્રાટકશે. જે માંગરોળ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં અસર કરીને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે દ્વારકાથી વાવાઝોડું દરિયા તરફ જશે. જ્યાં 16મીએ સાંજે સમુદ્રમાં આ વાવાઝોડું શમી જશે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગંભીર અસર કરી શકે છે. આવી રીતે વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે 48 કલાક સુધી ધમરોળશે અને 15મી દ્વારકાથી બહાર નીકળી સમુદ્રમાં જ સમાઈ જશે.
સંભવિત ટાઈમ લાઈન
12-06 સવારે 11 વાગ્યે મુંબઈ પહોંચ્યું, સૌરાષ્ટ્રથી 340 કિમી દૂર
13-06 રાત્રે 3 વાગ્યે વલસાડ પહોંચશે
13-06 સવારે 5 વાગ્યે 165 કિમીની ઝડપે- દીવ, ઉના, કોડિનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં ત્રાટકશે
13-06 સવારે 8 વાગ્યે વેરાવળ, માંગરોળ, માળિયા પહોંચશે
13-06 સવારે 11 વાગ્યે વેરાવળમાં અસર કરશે
13-06 રાત્રે 8 વાગ્યે માંગરોળમાં ત્રાટકશે
14-06 રાત્રે 12 વાગ્યે કડાચ પહોંચશે
14-06 સવારે 3વાગ્યે નવા બંદર
14-06 સાંજે 6 વાગ્યે દ્વારકા પ્રવેશશે
15-06 રાત્રે 3 વાગ્યે દ્વારકાથી બહાર નીકળશે
16-06 રવિવાર સાંજે સમુદ્રમાં શમી જશે
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.