હેલ્થ – Health – Teeth Pain
દાંતનો દુ:ખાવો અસહ્ય થાય તો લવિંગનાં તેલને ગરમ કરી તેમાં રુનું પુમળું ડુબાડો હવેઅને તેને દાંત પર લગાવી દો. આવું દિવસમાં ત્રણથી ચાર વખથ કરવાથી પીડામાં રાહત મળે છે. આ સિવાય તમે લવિંગ પણ દાંત વચ્ચે દબાવીને પણ રાખી શકો છો.
બીજો ઉપાય આદુનો પાવડર દાંતમાં થતી પીડાને દૂર કરવા માટે પેઇનકિલરનું કાર્ય કરે છે. જો દાંતમાં દુખાવો થતો હોય તો આદુનાં ટુકડાંને દાંતની વચ્ચે દબાવી દો. ક્યાં તો આદુની પેસ્ટ તૈયાર કરીને દુઃખતાં દાંત પર લગાવો અને થોડી મિનિટ બાદ કોગળા કરી લો તો આ સમસ્યામાંથી તમને તુરંત રાહત મળી જશે.
Lips : હોઠ પરના કાળા ડાઘ દૂર કરવા કરો આ સરળ ઉપાય
જમરૂખનાં પાન પર મીઠુ લગાવી તેને દાંત વચ્ચે દબાવી દો. મોમાં આ પાંદડા 5-10 મિનિટ માટે રાખવાં. આવું દિવસમાં બે ચાર વખત કરો. દાંતના દુઃખાવામાથી તુરંત રાહત મળી શકે છે.
રૂ ને પાણીમાં પલાળીને તેના પર બેકિંગ સોડા લગાવીને દુઃખતા દાંત પર રાખી મુકો તો તુરંત તમને દાંતનાં દુખાવામાંથી રાહત મળે છે.
બાફેલા બટાકા, ખાંડ વિનાનુ મિલ્કશેઈક, જ્યુસ, કેળું, મસાલા વિનાનુ ભોજન વગેરેનુ સેવન કરો તો તમને આ પીડામાંથી તુરંત રાહત મળી જશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.