શું આપને આપના શ્વાસમાં આવતી દુર્ગંધના કારણે શરમ અનુભવવી પડે છે? તો તેને હૈલોટોસિસ કહે છે. આ સમસ્યા સ્મોકિંગ, ડ્રાય માઉથ, દાંતમાં થયેલા ઇન્ફેકશનના કારણે થાય છે. દાંતની વચ્ચે ઉત્પન થતાં બેકટરિયાના કારણે આવી સમસ્યા ઉત્પન થાય છે. કેટલીક સરળ ટિપ્સ છે જેનાથી આ સમસ્યાથી મુક્તિ મેળવી શકાય.

વરિયાળી – વરિયાળીમાં એન્ટિ માઇફ્રોબિયલ પ્રોપર્ટી હોય છે. જે બેકટરિયા સામે લડવામાં કારગર છે. તો જમ્યા બાદ એક ટીસ્પૂન વરિયાળી લેવાની આદત રાખો. જેનાથી રાહત થશે. આ સમસ્યામાં આપ વરિયાળીવાળી ચાય પણ પી શકો છો. પાણીમાં વરિયાળી નાખીને પાણી ઉકાળવાથી આ પાણી પીવાથી રાહત મળે છે.

વરિયાળીમાં એન્ટિ માઇફ્રોબિયલ પ્રોપર્ટી હોય છે. જે બેકટરિયા સામે લડવામાં કારગર છે. તો જમ્યા બાદ એક ટીસ્પૂન વરિયાળી લેવાની આદત રાખો. જેનાથી રાહત થશે. આ સમસ્યામાં આપ વરિયાળીવાળી ચાય પણ પી શકો છો. પાણીમાં વરિયાળી નાખીને પાણી ઉકાળવાથી આ પાણી પીવાથી રાહત મળે છે.

તજ
તજમાં સિનેમિક એલ્ડિહાઈડ નામનું એસેંશિયલ ઓયલ હોય છે. જે બેકટેરિયાનો સફાયો કરે છે. જે શ્વાસની દુર્ગંધને ઓછી કરે છે. ટીસ્પૂન તજના પાવડરમાં એક કપ પાણી ઉમેરીને તેને ઉકાળી લો. આ પાણીથી કોગળા કરો. શ્વાસની દુર્ગંધથી મુક્તિ મળશે.

મેથી
મેથીવાળી ચા પણ શ્વાસની દુ્ર્ગંધને ચમત્કારી રીતે ઠીક કરે છે. વિશેષ રીતે શરદી અને સાયનસ વગેરેમાં આ સમસ્યા વધુ થાય છે. એક કપ પાણીમાં મેથીના દાણાને ઉકાળી લો. તેને ગાળીને કોગળા કરો. તેનાથી ચોક્કસ ફાયદો થશે.


લવિંગ
લવિંગ પણ શ્વાસમાં આવતી દુર્ગંધમાં કારગર છે. તે એક પ્રાકૃતિક માઉથ ફ્રેશનર છે. તેમાં રહેલા એન્ટીબેક્ટિરિયલ ગુણ સારી રીતે બેક્ટરિયાના પ્રભાવને ઓછો કરે છે અને દુર્ગંધથી છુટકારો અપાવે છે. લવિંગને મોંમાં મુખવાસની જેમ ચાવવાથી રાહત મળે છે.

લેમન જ્યૂસલીંબુનો એસિડિક ગુણ મોંમાં બેક્ટીરિયાને ઉત્પન થવા દેતા નથી. તેમજ તેની સુગંધ શ્વાસની દુર્ગંધને ખત્મ કરે છે. એક કપ પાણી લો. તેમાં એક કપ લીંબુનું જ્યુસ ઉમેરો અને તેમાં થોડું નમક ઉમેરો. આ પાણીથી કોગળા કરો. શ્વાસની દુર્ગંધ દૂર થશે અને તાજગી અનુભવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024