અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત થયેલ સ્ટડી મુજબ, પ્રદૂષિત હવા શ્વાસમાં લેવાથી ચરબી વધવાની સંભાવના વધે છે.

શોધકર્તાઓ મુજબ, હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોમાં હાઈ ટ્રાન્સ ફેટ ડાયટનું સેવન 34% સુધી વધી જાય છે. વધુ પડતા એર પોલ્યુશનના કારણે લોકો ઘરની જગ્યાએ બહારનું જંક ફૂડ વધારે ખાય છે.

એર પોલ્યુશનને ઘટાડીને સ્થૂળતાની સમસ્યા ઘટાડી શકાય
યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના શોધકર્તાઓની ટીમે 3100 બાળકો પર રિસર્ચ કર્યું. આ બધા બાળકો પર એર પોલ્યુશનને લીધે શ્વાસોચ્છ્વાસ સિસ્ટમ પર થતી અસરની પણ તપાસ કરવામાં આવી. શોધકર્તાઓ મુજબ, એર પોલ્યુશનને ઘટાડીને સ્થૂળતા(ઓબેસિટી)ની સમસ્યા ઘટાડી શકાય છે.

બ્લડ શુગર ઘટવાને કારણે લોકો જરૂર કરતા વધુ ખાવા લાગ્યા
જોકે, હજુ સુધી એર પોલ્યુશન અને સ્થૂળતા વચ્ચે શું સંબંધ છે તે સીધું સાબિત થયું નથી પણ શોધકર્તાઓનું માનવું છે કે, પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી શરીરમાં સોજો આવી શકે. જેને કારણે શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ ઘટી જાય છે. બ્લડ શુગર ઘટવાને કારણે લોકો જરૂરથી વધુ ખાવા લાગે છે, જેથી તેમનું વજન વધી જાય છે.