Bharat bandh
સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડુતો દ્વારા આજે ભારત બંધ (Bharat bandh) નું એલાન આપ્યું છે. ત્યારે અહેવાલો મુજબ કોંગ્રેસ દ્વારા કેટલાક સ્થળો પર આક્રમક વિરોધ સાથે ટાયરો સળગાવવા તેમજ ચક્કાજામ કર્યા છે.
વડોદરા ખાતે કોંગ્રેસ દ્વારા નેશનલ હાઇ-વે પર ટાયર સળગાવામાં આવ્યાં અને ત્યાર બાદ જાંબુઆ-તરસાલી હાઇ-વે પર ચક્કાજામ કરી ખેડૂતોના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં.
ઉપરાંત ભરુચમાં નેશનલ હાઇ વે પર કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો. જેમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા હાઇવે પર ટાયરો સળગાવી કૃષિ કાયદાનો વિરોધ કરાયો છે.
આ પણ જુઓ : રશિયાની કોરોના વેક્સિન સ્પુટનિક ફાઇવનો પહેલો જથ્થો ભારત પહોંચ્યો
અમદાવાદના સાણંદ હાઇવે પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા ટાયર સળગાવી વાહનો અટકાવવામાં આવ્યાં. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી અને વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓને હટાવવામાં આવતા રાબેત મુજબ વાહનવ્યવહાર શરૂ થયો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.