- ગ્રામીણ વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં લીકેજ હોય અથવા કોઈ વિસ્તારમાં પાણીનો ખોટો વ્યય થતો હોય અથવા પાણીની ચોરી થતી હોય આવા સંજોગોમાં પણ નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે.
- ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા જણાવામાં આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારની પીવાના પાણીને સંબંધીત ફરિયાદો જેવી કે મીની પાઈપ યોજનાનું કે હેન્ડપંપ રીપેરીંગ તથા વ્યક્તિગત કે જુથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઈપણ ફરિયાદ નાગરિકો આ ‘૧૯૧૬’ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર ઉપર નોંધાવી શકે છે.
- ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધવાની સુવિધા પણ પુરી પાડવામાં આવી છે.
- નાગરિકો online ફરિયાદ https://ws.gujarat.gov.in/ વેબસાઈટમાં New Complaint સેક્શનમાં જઈ ફરિયાદ નોંધાવી શકે છે.
- તદુપરાંત ગુજરાત પાણી પુરવઠા બોર્ડની યાદીમાં જણાવ્યું છે કે જો કોઈક કારણસર ટોલ ફ્રી નંબર ‘૧૯૧૬’ વ્યસ્ત જણાય તો આવા સંજોગોમાં નાગરિકો અન્ય નંબર ૧૮૦૦ ૨૩૩ ૩૯૪૪ ઉપર પણ ફરિયાદ નોંધાવી શકે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News