- અત્યારના ઘણી મહિલાઓ ગર્ભથી બચવા માટે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરતી હોય છે ત્યારે વૈજ્ઞાનિકોએ એક એવો કોન્ટ્રાસેપ્ટિવ પેચ શોધી કાઢ્યો છે, જે કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સની જેમ જ કામ કરે છે. આ પેચ સ્કિન પર ચોંટી જાય છે અને ધીરે-ધીરે 30 દિવસ સુધી મહિલાઓના લોહીમાં એક કૉન્ટ્રાસેપ્ટિવ ડ્રગ રિલીઝ કરે છે.
- નાની સાઈઝના આ ડિવાઈસમાં નાની-નાની સોય લાગેલી છે. જે સ્કિન પર લાગતા જ કૉન્ટ્રાસેપ્ટિવ નીકળવાનું શરૂ કરી દે છે.
- જોર્જિયા ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલૉજીના વૈજ્ઞાનિકોને પ્રયોગ કર્યો, જે બાદ નિષ્કર્ષ સંપૂર્ણપણે સુરક્ષિત મળ્યા અને પછી મહિલાઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું અને તેમાં પણ સકારાત્મક પરિણામ મળ્યા હતા.
- અન્ય શોધકર્તાઓનું પણ એવું કહેવું છે કે કૉન્ટ્રાસેપ્ટિક પેચ એવી મહિલાઓ જે રોજ ગોળીઓ લઈને કંટાળી ગઈ છે. તેના માટે ઉત્તમ ઉપાય છે.
- આ પેચ ખાસ કરીને મહિલાઓ અને ઓછી આવકવાળી મહિલાઓ માટે મહત્વપૂર્ણ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News