પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 રદ કરવાના પુનગર્ઠનના વિરોધમાં ભારત સાથેના વેપારને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ભલે પાકિસ્તાને આના દ્વારા વિરોધ દર્શાવવાનો નિર્ણય લીધો છે, પરંતુ આ પગલુ ભારતની જગ્યાએ પાકિસ્તાનને જ વધારે નુકસાન પહોંચાડનારુ છે.
આનું કારણ એ છે કે પાકિસ્તાન પર ભારતની નિર્ભરતા ઓછી છે, જ્યારે પાડોશી દેશ રોજબરોજની જરૂરિયાતની તમામ વસ્તુ ભારતમાંથી મંગાવે છે.
પાકિસ્તાન ડુંગળી અને ટામેટા જેવી ખાદ્ય વસ્તુઓ સિવાય કેમિકલ્સ માટે ભારત પર નિર્ભર છે. એક્સપર્ટસ અને ટ્રેડર્સની માનીએ તો આનાથી પાકિસ્તાનને જ ઝટકો લાગશે. ફેડરેશન ઑફ ઈન્ડિયા એક્સપોર્ટ ઑર્ગનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ અજય સહાય અનુસાર, કારોબારનું સસ્પેન્શન ભારતની જગ્યાએ પાકિસ્તાનને વધારે પ્રભાવિત કરશે કેમ કે તે આપણી ઉપર નિર્ભર છે.
પાકિસ્તાન તરફથી ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવામાં આવ્યો નથી. આના કારણે સીમિત વસ્તુઓનો એક્સપોર્ટ જ ભારત કરી શકતો હતો. એવામાં પાકિસ્તાનનો જ આ નિર્ણય નુકશાનદેહ સાબિત થઈ શકે છે કેમ કે તે તમામ કૃષિ ઉત્પાદનો માટે પણ ભારત પર નિર્ભર રહે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.