Triple accident near Naranpura Chanasma

Patan : પાટણ જિલ્લાના હાઇવે માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ચાણસ્મા તાલુકાના નારણપુરા નજીક ત્રીપલ અકસ્માતમાં ઈકો ચાલકનું ધારપુર ખાતે સારવાર દરમિયાન કરુણ નીપજ્યું હતું. જ્યારે બે બાળકો અને એક વૃદ્ધા ને સારવાર અર્થે ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડાયા હતા.

કંબોઈ અને નારણપુરા નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં કંબોઈ તરફથી જઈ રહેલું એક ટેન્કર સાથેના ટ્રેક્ટર પાછળ આવી રહેલા જીપ ડાલા ના ચાલકે ગફલત ભરી રીતે હંકારીને ટક્કર મારતા હારીજ તરફથી આવી રહેલ ઈક્કો ગાડીને ટ્રેક્ટર એ ટક્કર મારતા ઈક્કો ગાડી અને જીપ ડાલુ રોડની બાજુમાં આવેલી ચોકડીમાં પલટી ખાઈ ગયા હતા.

આ પણ વાંચો. – પાટણ : શંખેશ્વર પંચાસર રોડ પર ત્રીપલ અકસ્માત, એકનું મોત

ઈક્કો ગાડી ના ચાલક ચૌધરી મહેશકુમાર કમલેશભાઈ મૂળ વતન વરસડા દિયોદર જીલ્લો બનાસકાંઠા (Banaskantha) વાળા હાલ રહે મહેસાણા ને ગંભીર ઇજાઓ થતાં ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ઇકોના ચાલકનું કરુણ મોતની હતું. જ્યારે ઈક્કોમા સવાર ચૌધરી મેઘાબેન કમલેશભાઈ બે બાળકો પૈકી દિવ્યરાજ ચૌધરી ઉંમર વર્ષ પાંચ તથા ચૌધરી અશોકભાઈ સોમાભાઈ ને ઈજાઓ થતાં ધારપુર મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા

અકસ્માતની જાણ થતા કંબોઈના પૂર્વ સરપંચ અને તેમની દ્વારા ઈક્કો ગાડીમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવારથી મોકલી આપ્યા હતા જ્યારે રોડ વચ્ચે જીપ ડાલાના ટક્કરથી ટ્રેક્ટર પલટી મારી જતા તમામ યુવાનોએ ટ્રેક્ટર ને એક બાજુ કરી અકસ્માતના કારણે જામ થયેલો ટ્રાફિક ખુલ્લો કર્યો હતો, અકસ્માતને જાણતા ચાણસ્મા પોલીસ ઘટના સ્થળે આવી વધુ કાર્યવાહી કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024