પાટણ : શંખેશ્વર પંચાસર રોડ પર ત્રીપલ અકસ્માત, એકનું મોત
Patan : પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસર માર્ગ પર બે લક્ઝરી અને ઇકો ગાડી વચ્ચે ત્રીપલ અકસ્માત (Triple Accident) સજૉતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું તેમજ છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજસ્થાનના સુંધામાતા ના દર્શન કરી પરત ફરી રહેલ પઢાર પરિવાર પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ માર્ગ પરથી પસાર થઈ રહેલ બે લક્ઝરી અને ઈકો ગાડી વચ્ચે અગમ્ય કારણોસર અકસ્માત સર્જાતા ઇકો કારમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઈજાઓ ના કારણે મોત નીપજ્યું હતું. તો અન્ય છ જેટલા વ્યક્તિઓને ઈજાઓ થતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બાવળા રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસર માર્ગ પર થયેલા ત્રીપલ અકસ્માતની જાણ પોલીસ સહિતઆજુબાજુના લોકોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તો પોલીસે મૃતકનું પંચનામું કરી તેની લાશને પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ