Patan : પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે. ત્યારે સોમવારના રોજ પાટણ જિલ્લાના સાંતલપુરના લોદરા અને બોરૂડા માર્ગ પર ત્રીપલ અકસ્માતની (Triple Accident) ઘટના સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત અને બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.
આ માર્ગ અકસ્માતની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના લોદરા અને બોરુડા માર્ગ પરથી પસાર થઈ રહેલ બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સજૉતા કારની પાછળ બાઈક લઈને આવી રહેલ બાઈક ચાલક પણ અકસ્માત નો ભોગ બનતાં આ ત્રીપલ અકસ્માત માં ચારંડા ગામના પટેલ હમીરભાઈ ભોજાભાઇનુ ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો બે વ્યક્તિ ને ગંભીર ઈજા પહોચી હતી.
આ ત્રીપલ અકસ્માત ની ઘટનાની જાણ 108 અને પોલીસ તંત્રને કરાતા બંને ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી 108 દ્વારા ગંભીર રીતે ધવાયેલા બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકનું પંચનામું કરી તેની લાશને પીએમ અર્થે વારાહી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સાતલપુર તાલુકાના લોદરા અને બોરુડા માર્ગ વચ્ચે સર્જાયેલા ત્રીપલ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તો વારાહી પોલીસે આ અકસ્માત મામલે આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans