ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના પ્રવાસ માટે આસામ પહોંચ્યા

પોસ્ટ કેવી લાગી?

Amit Shah

ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસના પ્રવાસ પર અડધી રાત્રે ગૌહાટી પહોંચી ગયા છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ ગૃહમંત્રી અમિત શાહના સ્વાગત માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. ગૌહાટીના લોકપ્રીય ગોપીનાથ બારદોલાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કલાકારોએ પરંપરાગત નૃત્ય સાથે અમિત શાહનું સ્વાગત કર્યું હતું.આ દરમિયાના આસામના નાણા મંત્રી હેમંત વિશ્વ શર્મા પણ હાજર રહ્યા હતા.

અમિત શાહ 26 અને 27 ડિસેમ્બરના રોજ ગૌહાટી અને ઇમ્ફાલમાં રહેશે. ગૃહમંત્રી આસામના 8,000 નામધર વૈષ્ણવ સંતોને નાણાકીય સહાયનું વિતરણ કરશે. તેઓ આસામના સ્થાનિક સમૂહો સાથે મુલાકાત કરશે. ઉપરાંત એક મેડિકલ કૉલેજનો શિલાન્યાસ પણ કરશે.

27મી ડિસેમ્બરના રોજ અમિત શાહ ઇમ્ફાલ પોલીસ હેડક્વાર્ટરના નિર્માણ કાર્યક્રમમાં ભાગ લેશે.હેમંત વિશ્વ શર્માએ જણાવ્યું કે અમિત શાહ પોતાના પ્રવાસના પ્રથમ દિવસે મહાપુરુષ શ્રીમંત શંકરદેવના જન્મસ્થળના વિકાસ કાર્યક્રમની શરૂઆત કરાવશે. આ સાથે જ ગૃહમંત્રી ગૌહાટી મેડિકલ કૉલેજનો શિલાન્યાસ કરશે. અમિત શાહ આસામમાં એનડીએના ક્ષેત્રિય દળો સાથે પણ મુલાકાત કરશે. ગૃહમંત્રી આસામ ગણ પરિષદ, યૂનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરેશન અને ગણશક્તિના નેતાઓ સાથે મુલાકાત કરશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures