Shiromani Akali Dal

Shiromani Akali Dal

દેશમાં મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલનો વિરોધ જોવા મળી રહ્યો છે. વિપક્ષ તરફથી પણ આ કૃષિ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે મોદી સરકારને તેમના સહયોગી દળ શિરોમણિ અકાલી દળે (Shiromani Akali Dal વધુ એક ઝટકો આપ્યો છે.

કૃષિ બિલના વિરોધમાં શિરોમણિ અકાલી દળે એનડીએ (NDA) થી અલગ થવાનો નિર્ણય લીધો છે. ઘણા સમય પહેલાથી જ શિરોમણિ અકાલી દળ તરફથી મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ પણ જુઓ : ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર સુરક્ષા વધારાઈ, અમદાવાદ-ઉદેપુર હાઇવે 36 કલાકથી બ્લોક

આ પણ જુઓ : SRHvsKKR : કલકત્તાએ 7 વિકેટથી હૈદરાબાદને આપી માત, કલકત્તાની પહેલી જીત 

અકાલી દળના નેતા હરસિમરન કૌર બાદલે આ વિરોધને કારણે પહેલા પોતાના કેન્દ્રીય મંત્રી પદથી રાજીનામુ આપ્યું હતું. પરંતુ ત્યારે અકાલી દળે એનડીએને સમર્થન આપવાનું ચાલું રાખ્યું પરંતુ હવે અકાલી દળે એનડીએથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે પાર્ટીની કોર કમિટીની અધ્યક્ષતા કરતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ એનડીએથી અલગ થવાનો નિર્ણય લીધો છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024