પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હવે આ દુનિયામાં નથી રહ્યાં. નવી દિલ્હીમાં એમ્સમાં લાંબા સમયથી ચાલી રહેલી સારવાર દરમિયાન ગુરૂવારે 93 વર્ષની વયે તેમનું નિધન થયું છે. વાજપેયીના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે. તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન સહિત ટોચના નેતાઓ દુખ વ્યક્ત કર્યું છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર ટ્વીટ કરી કહ્યું કે,‘અટલજીના નિધનથી નિ:શબ્દ અને શુન્યમાં છું, અટલજીનું જવું એક યુગનો અંત છે.
બીજેપીના રાષ્ટ્રીય અધ્ય અમિત શાહે અટલજીની એક કવિતાને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાજપેયીના નિધન પર શોક વ્યક્ત કર્યો અને ટ્વીટ કરી પોતાની શ્રદ્ધાંજલિ આપી.