Harij

Harij

હારિજ (Harij) માં એક યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે. હારિજમાં શિશુમંદિર સ્કૂલની પાછળના ભાગમાં આવેલા ખેતરમાં બહેન સાથે ઉભેલા શહેરના અમૃતપુરામા રહેતા યુવાનને યુવતીના ભાઇઓ જોઇ જતા યુવકને માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ફરીયાદ મૃતકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં નોંધવી છે.

હારીજ અમૃતપુરા વિસ્તારમાં રહેતો ભુરાભાઈ રામાભાઇ કાગસીયા મલ (22) જલારામ ચા ઘર હોટલમા નોકરી કરતો હતો. મંગળવારે બપોરેે તેનાં મિત્ર અલ્પેશ દરજીનું બાઇક લઇ હોટલથી ઘરે જમવા નીકળી ગયો હતો. અનેે પરત નહીં ફરતા હોટલ માલિકે તેનાં ઘરે ફોનથી પુછપરછ કરતા તે ઘરે નથી એવો જાણવા મળ્યું હતું. જ્યાં શિશુમંદીર પાછળના ભાગમાં આવેલા ખેતર બાજુથી તેનું બાઇક મળી આવ્યુ હતુ. ખેતરના ચારે બાજુ તપાસ કરતા ભૂરો એક વાડના ખૂણામાં ઝાડ નીચે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.

આ પણ જુઓ : બ્રિટનની ફાઈઝર કંપનીની કોરોના વેક્સિનને ઉપયોગ માટે મળી મંજૂરી

ઝાપટપુરામા રહેતાં નીતિન ઠાકોરે ભુરો એક યુવતી સાથે હતો. યુવતીના ભાઇ શૈલેષજી ઠાકોર અને સંજયજી ઠાકોર ભુરાને માર મારતા હતાં. જ્યારે યુવતીના બનેવી લાલાજી ઠાકોરે યુવતીને પકડી રાખી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024