Kalol
ગાંધીનગરના કલોલ (Kalol) માં આવેલી પંચવટી સોસાયટીમાં ધડાકો થયો હતો. ધડાકો એટલો ખતરનાક હતો બે મકાન જમીન દોસ્ત થયા હતા. ઓએનજીસીની ગેસ પાઈપ લાઈનમાં બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચીને રાહત કામગીરી શરુ કરી હતી.
અચાનક ઘરમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા સોસાયટી તથા આસપાસના વિસ્તારના રહીશોમાં ડરનો માહોલ છવાયો છે. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ જુઓ : કોરોનાનું જોર હળવું થતાં તરત CAAનો અમલ શરૂ કરીશું: અમિત શાહે
પ્રાથમિક તબક્કે મળતી માહિતી પ્રમાણે, ગેસ સિસિન્ડર બ્લાસ્ટ થવાના કારણે આ દુર્ઘટના થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સત્તાવાર રીતે આ અંગે કોઇ ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી.
ધડાકાને કારણે બે ધરાશાયી મકાનની આસપાસના મકાનોના બારીના કાચ પણ તૂટી ગયા છે. હાલ કલોલ નગરપાલિકા, કલોલ તાલુકા અને સીટી પોલીસ સહિત મામલતદાર પ્રાંત સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.