પાટણ જિલ્લા રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ પર ઉતર્યા છે. જેને લઈ આજથી પાટણ જિલ્લાની બેંકો બંધ છે અને બેંકની બહાર પોસ્ટર અને નોટિસ બોર્ડ પર બે દિવસ બેંકો બંધ છે તેવા બેનર લાગ્યાં છે.
પાટણ શહેર સહિત જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં સરકાર ખાનગીકરણનો ખરડો લાવવા જઇ રહી છે, તેના વિરોધમાં બેંક કર્મચારીઓની આજથી બે દિવસીય દેશવ્યાપી હડતાળમાં પાટણ સહિત ઉત્તર ગુજરાતની રાષ્ટ્રીયકૃત બેંકોની રપ૬થી વધુ શાખાઓના રપ૦૦ જેટલા કર્મચારીઓ જોડાયા હતા. જેને લઈ પાટણ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંક બહાર પોસ્ટર અને નોટિસ બોર્ડ પર બે દિવસ બેંકો બંધ રહશે તેવા બોર્ડ લગાવ્યા હતા. બેંકના કામ કાજ માટે આવતા લોકોને ધક્કો પડ્યો હતો.
હડતાળના કારણે બે દિવસ બેંકોનું કામકાજ ઠપ્પ રહેવાથી ઉત્તર ગુજરાતમાં અંદાજે રૂ .૪ હજાર કરોડથી વધુનું કિ્લયરન્સ ખોરવાઇ જશે. જોકે, ખાનગી બેંકો અને ગ્રામીણ બેંકો રાબેતા મુજબ ચાલુ છે. ત્યારે બેંકોના કર્મચારીઓએ બે દિવસીય રાષ્ટ્રીયકૃત હડતાળ પગાર માટે નહી પરંતુ સરકાર સાંસદમાં રાષ્ટ્રીયકૃત બેંકોને ખાનગીકરણ તરફ લઈ જવાની જે પેરવી કરી રહી છે તેના વિરોધમાં પાટણ શહેર સહિત જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો આજથી બે દિવસીય હડતાળ પર ઉતરી હોવાનું જણાવી કરોડો રુપિયાનું કલીયરીંગ અને ટ્રાન્ઝેકશન ખોરવાઈ જવાનું જણાવ્યું હતું.