Patan

Patan

પાટણ (Patan) એલસીબીએ શનિવારે શેરની લે-વેચની ગેરકાયદેસર ઓફિસ બનાવીને ગ્રાહકો છેતરતાં 2 શખ્સોને ઝડપી પાડ્યા. બંને શખ્સ શેરની લે-વેચની ગેરકાયદેસર ઓફિસ બનાવીને ગ્રાહકો વધુ નાંણાકીય વળતર મળવાની લાલચ આપી ગ્રાહકો સાથે છેતરપીંડી કરતા હતા.

પાટણ શહેરના સુભાષચોકથી જુનાગંજમાં બે શખ્સો ગેરકાયદેસર શેરની લે-વેચની કરતા હોવાની બાતમી આધારે પાટણ એલસીબી પોલીસે શનિવારે બપોરે રેડ કરી હતી. પાટણ એલસીબીએ બે કોમ્પ્યુટર, મોબાઇલ સહિત કુલ રૂ.55500 મુદ્દામાલ સાથે બંને આરોપીને ઝડપી પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

શખ્સ મહમદઇરશાદ હુસેનભાઇ શેખ અને મહમદઇમરાન હુસેનભાઇ સૈયદ સરકાર સાથે ગેરકાયદેસર રીતે સોદાના હિસાબો રાખી કુલ કિ.રૂ. 55,500 સાથે ગુરૂજી કોમ્પલેક્ષમાં આવેલ ઓફિસમાંથી ઝડપાયા હતા.

આ પણ જુઓ : અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત

ડબ્બા ટ્રેડીંગ કરીને પોતે અનઅધિકૃત વ્યક્તિ હોવાનુ જાણવા છતાં અપ્રામણીક રીતે ઇરાદાપુર્વક છેતરપીંડી કરી, ઇન્કમટેક્ષ તથા સર્વીસ ટેક્ષની ચુકવણી કર્યા સિવાય ડબ્બા ટ્રેડીંગનો ધંધો કરી ગ્રાહકો, સરકાર સાથે ગેરકાયદેસર રીતે સોદાના હિસાબો રાખતા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024