Junagadh
જૂનાગઢ (Junagadh)ના સિનિયર સિટીઝન વેપારીને બે યુવાનોએ સમલૈંગિક સંબંધોની લાલચ આપીને ફસાવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સિનિયર સિટીઝન વેપારીને સમલૈંગિક સંબંધોની લાલચ આપીને ફસાવ્યા બાદ તેમને બ્લેકમેઇલ કરીને હનીટ્રેપમા ફસાવી ચાંદીની ચેઇન, મોબાઈલ, રોકડ રકમ વગેરે વસ્તુઓ બળજબરીથી પડાવી લીધી હતી.
આ ઉપરાંત રૂ. 50,000/- ની ખંડણી માંગતા ફોન પણ આવતા હતા. સિનિયર સિટીઝન દ્વારા આબરૂ જવાની બીકનાં કારણે કોઈને વાત કરી ન હતી. ત્યારબાદ બંને યુવાનો દ્વારા રૂપિયાની ઉઘરાણી માટે ત્રાસ આપવા લાગતા, સિનિયર સિટીઝને ઘરના સભ્યોને વાત કરી હતી.
આ પણ જુઓ : પાટણ : આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મૃત્યુ.
ઘરના સભ્યોને જાણ થતા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનેઆ ઘટનાની રજુઆત કરી હતી. ફરિયાદ બાદ એ ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક સઘન તપાસ હાથ ધરવામાં આવી. બાતમી આધારે આરોપીઓ સોહીલ જમાલ શખે ઉવ. 24 રહે. લંઘાવાડા, જુનાગઢ અને સરફરાજ ઉર્ફે ડાબરો ગુલામનબી બુખારી ઉવ. 30 રહે. બ્લોચ વાડાને પકડી પડ્યા હતા.
જૂનાગઢ પોલીસ ટીમ દ્વારા પકડાયેલ બંને આરોપીઓએ પોલીસ સામે પોતાની ભૂલ કબૂલ કરી લીધી હતી. હવે પછી ક્યારેય સિનિયર સિટીઝનને કોઈ હેરાનગતિ નહિ કરવાની ખાત્રી આપી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.