Academic Calendar
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયએ મંગળવારે શૈક્ષણિક સત્ર 2020-21 માટે ગેજ્યુએટ (UG) અને પોસ્ટ ગેજ્યુએટ (PG) ના વિધાર્થીઓ માટે નવા શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. તો આ વિશેની જાણકારી શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંક એ ટ્વિટર પર આપી છે.
આ શૈક્ષણિક કેલેન્ડર મુજબ પ્રથમ વર્ષના વિદ્યાર્થી માટે ક્લાસ નવેમ્બરથી શરૂ થશે. તથા પ્રવેશ પ્રક્રિયા 30 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. તેમજ મંત્રાલયે સંસ્થાઓને રજા અને વેકેશનને ઘટાડવાની સલાહ આપી છે. આ ઉપરાંત તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સલાહ આપવામાં આવી છે કે અઠવાડિયામાં છ દિવસ ભણાવવા માટે રાખે જેથી જે નુકસાન થયું છે, તેની ભરપાઇ થઇ શકે.
આ પણ જુઓ : ડાર્ક કોમેડી ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વિજય વર્માની જોડી જોવા મળે તેવી શક્યતા
તમને જણાવવાનું કે, 29 એપ્રિલના રોજ પહેલીવાર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે એક વૈકલ્પિક શૈક્ષણીક કેલેન્ડર (Academic Calendar) જાહેર કર્યું હતું. તેમાં એવું નિર્ધારિત કર્યું હતું કે યુનિવર્સિટી એક જુલાઇથી 15 જુલાઇ સુધી ફાઇનલ ઇયર અથવા ટર્મિનલ સેમિસ્ટર એક્ઝામ આયોજિત કરશે અને મહિનાના અંતમાં પરિણામ જાહેર કરશે.
આ પણ જુઓ : DRDO દ્વારા લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ
તો આ સાથે જ શિક્ષા મંત્રાલયે 22 સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરી કે, પ્રવેશ રદ કરતાં ફૂલ રિફંડ કરવામાં આવશે. તથા શિક્ષણ મંત્રાલયના અનુસાર લોકડાઉનના કારણે વાલીઓને નાણાકીય કઠિનાઇઓને જોતાં 30 નવેમ્બર 2020 સુધી ફીનું પુરૂ રિફંડ કરવામાં આવશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.