Union Minister
દેશમાં કોરોના સંક્ર્મણ વધી રહ્યું છે. આ સંજોગોમાં મોદી સરકારના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી (Union Minister) ગજેન્દ્ર સિંહ શેખાવત કોરોના પોઝિટિવ મળ્યા છે.
કેન્દ્રીય મંત્રી (Union Minister) ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યુ, અસ્વસ્થ્તાના કેટલાક લક્ષણ અનુભવાતા મે કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી ડૉક્ટર્સની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. ઉપરાંત તેમણે વિનંતી કરતા કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. તેઓ સ્વયંને આઈસોલેટ કરીને ટેસ્ટ કરાવી લો. તમામ સ્વસ્થ રહો અને પોતાનુ ધ્યાન રાખો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.