પોતાની પરંપરાઓને લઇને ચીન હંમેશા સમાચારોમાં છાયેલું રહે છે. ચીનના યુનાનમાં મુસો લોકોના લગ્ન ખુબ જ અલગ હોય છે.
પોતાની પરંપરાઓને લઇને ચીન હંમેશા સમાચારોમાં છાયેલું રહે છે. ચીનના યુનાનમાં મુસો લોકોના લગ્ન ખુબ જ અલગ હોય છે. અહીં લગ્ન પછી પતિ-પત્ની પોત-પોતના ઘરે રહે છે. બંને વચ્ચે કોઇ આર્થીક સંબંધ હોતો નથી. યુનાનમાં લગ્ન પછી યુવક દરરોજ રાત્રે યુવતીના ઘરે જાય છે અને સવારે પોતના ઘરે પાછો ફરે છે.
તેમનો સંબંધ ત્યાં સુધી ટકે છે જ્યાં સુધી તેઓ સંબંધ રાખવા માંગે છે. આ સંબંધમાં બંને વચ્ચે આર્થીક વ્યવહાર પણ થતો નથી. એટલું જ નહીં દંપત્તીથી પેદા થયેલા બાળકનું પાલન-પોષણ પિતા નહીં પરંતુ યુવતીના ઘરવાળા કરે છે.
વેબસાઇટ પત્રિકામાં આવેલા આર્ટિકલ પ્રમાણે અહીં લગ્ન સાત જન્મોનું બંધન નથી. પતિ અને પત્ની બંને પોતાની સંપૂર્ણ આઝાદી હોય છે. એટલું જ નહીં તેઓ સંબંધને ગમે ત્યારે સમાપ્ત કરી શકે છે. બંનેના સંબંધોનો એકમાત્ર આધાર તેમનો એકબીજા પરનો વિશ્વાસ છે. જો બંનેમાંથી કોઇપણ આ સંબંધને ચલાવવા ન માંગતો હોય તો. આ અંગે નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. તેઓ ગમે ત્યારે એકબીજાને છોડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, દુનિયામાં અનેક દેશો છે જ્યાં અલગ અલગ જાતીઓના લોક રહે છે. દરેક જાતીઓની કંઇકના કંઇ વિશેષ પરંપરા અને પ્રથાઓ હોય છે. જે એ જાતીને બીજાથી અલગ તારવે છે. તેમની કેટલીક પરંપરા અને પ્રથાઓ અમને આકર્ષે છે. જ્યારે કેટલીક જાતીઓમાં એવી પણ પરંપરા હોય છે જેને સાંભળીને આપણને આશ્ચર્ય પણ થાય છે.