રાજ્યમાં આગામી તા. 07.06.2023 થી 11.06.2023 સુધી કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવેલ છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં બાગાયતી પાકોમાં થતી નુકશાનીને અટકાવવા માટે જિલ્લાના ખેડુતોને અગમચેતીના પગલાં લેવા જરૂરી બની રહે છે.
ખેડૂતોએ નીચે મુજબના પગલા લેવાઃ
• ઉત્પાદન અવસ્થાના બાગાયતી પાકોનો સુરક્ષિત સંગ્રહ કરવો.
• બાગાયતી પાકોમાં આ સમયમાં પિયત ટાળવું અને શાકભાજી પાકોની વીણી ટાળવી અથવા આવા વરસાદ પહેલાં વીણી કરી લેવી
• લીંબુ, સીતાફળ, કેળ, પપૈયા તથા જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી.
• નવિન વાવેતર કરેલ બાગાયતી ફળ પાકને ટેકા આપવા અને કમોસમી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવો.
• ખારેક પાકમાં ફળ લાગેલ હાથા પર પારદર્શક પ્લાસ્ટીકની મોટી બેગો યોગ્ય રીતે ચઢાવવી અને બેગો ચઢાવેલ હોય તો યોગ્ય રીતે હાથા પરથી ખુલી ના જાય તે જોઇ લેવું.
• ખારેક જો ઉતારના સ્ટેજ પર હોય તો વરસાદ પહેલા હાથા ઉતારી લેવા અને યોગ્ય સુરક્ષિત સંગ્રહ કરવો.
• શાકભાજી કે મસાલા પાકોનું જો ધરૂંવાડીયું બનાવેલ હોય તો તેમાં વધુ પાણી ભરાઇ ના રહે તે જોવું