CAA

CAA

ઉત્તર પ્રદેશની સરકારે CAA વિરુદ્ધ દેખાવો અને હિંસા કરનારા લોકોની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારે આ કાયદા વિરોધી આંદોલન વખતે હિંસા ભડકાવવાના પ્રયાસો કર્યાના આક્ષેપો જેમની સામે છે એવા આઠ લોકોના મકાનો પર નોટિસ ફટકારી હતી.

લખનઉ પોલીસે સતખંડ પોલીસ સ્ટેશનને આગ લગાડનાર કુલ 27 લોકો સામે હિંસા ભડકાવવાનો કેસ નોંધ્યો હતો. આ આઠે જણ સામે ગેંગસ્ટર એક્ટ અને યુએપીએ (અનલૉફૂલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ કેસ નોંધાયેલા છે અને આ આઠે જણ ફરાર જાહેર થયેલા છે.

આ પણ જુઓ : ધર્મ અને લિંગ આધારિત ભેદભાવને લઇ ફ્રાન્સ લાવશે નવો કાયદો

આ વર્ષના માર્ચમાં આ લોકો સામે હિંસા ભડકાવવાના આરોપ નોંધાયા હતા. કુલ 27 જણ સામે આરોપ મૂકાયા હતા. એમાંના સાત જણે પોતાની ધરપકડ સામે સ્થાનિક કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હતા. 11ની ધરપકડ થઇ હતી અને બાકીના આઠ નાસતા ફરતા હતા.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે હવે અમે ક્રીમીનલ પ્રોસિજર ક઼ોડ (CRPC)ના નિયમો મુજબ કોર્ટમાં જઇને આ લોકોન સંપત્તિ કબજે કરી લેવાના અધિકાર મેળવશું અને તેમની સંપત્તિ જપ્ત કરીશું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024