mehsana news

મહેસાણા જિલ્લામાં યુરિયા ખાતરની અછતે ખેડૂતોને દોડતા કરી દીધા છે. જે મુદ્દે નાયબ ખેતી નિયામક વિસ્તરણએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં 12000 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જાન્યુઆરી મહિનામાં સપ્લાય પ્લાન છે. જેની સામે અત્યાર સુધીમાં 5700 મેટ્રિક ટન જથ્થો ફાળવાયો છે. તો આજે સાંજે 2000 મેટ્રિક ટન ક્રીભકો નુ યુરિયા ખાતર રેલવે રેક ખાતે આવી પહોંચશે. અત્યારે સિદ્ધપુર રેલવે રેક પોઇન્ટ થી પણ gnfc કંપનીનું 500 મેટ્રિક ટન યુરિયા મહેસાણા ને ફાળવાયેલ છે જેનું વિતરણ હાલ ચાલુ છે.

આવતીકાલે 21 તારીખ ના રોજ હિંમતનગર રેલવે રેક પોઇન્ટ પરથી પણ મહેસાણા જિલ્લાને gnfc કંપનીનું 450 થી 500 મેટ્રિક ટન યુરિયા ફાળવાશે . આમ, 31 જાન્યુઆરી સુધી માંગ અને સપ્લાય પ્લાન મુજબ 12000 મેટ્રિક ટન યુરિયા ખાતર મહેસાણા જિલ્લાને સમયસર મળી જશે તેવું પ્લાનિંગ કરાયું છે. તો હાલમાં સર્જાઈ રહેલી ખાતરની અછતના કારણ જણાવતા નાયબ ખેતી નિયામક વિસ્તરણ એ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં રવિ પાક નો વાવેતર વિસ્તાર વધુ છે.

નાઈટ્રોજન યુક્ત એટલે કે યુરિયા ખાતર ની વધુ જરૂરિયાત હોય તેવા પાકો જેવા કે, બટાટા અને તમાકુ નુ વાવેતર પણ વધ્યું છે એટલે માંગ વધુ છે. તો વળી, બીજા જિલ્લામાંથી મહેસાણા જિલ્લામા પાક વેચવા આવતા ખેડૂતો પણ અહીંથી ખાતર ખરીદતા હોય છે . જેના કારણે જિલ્લામાં ખાતરની અછત સર્જાતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024