જો તમે ભારતીય પોસ્ટ ઑફિસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવા ઇચ્છો છો તો આ તક તમારા માટે છે. પોસ્ટ ઑફિસ વિભાગે 7માં વેતન આયોગ પે મેટ્રિક્સ અંતર્ગત સ્ટાફ કાર ડ્રાઇવરનાં પદ પર વેકેન્સી નીકાળી છે. ઇચ્છુક ઉમેદવારો 7 સપ્ટેમ્બર 2018 સુધી આવેદન આપી શકે છે. સ્ટાફ કાર ડ્રાઇવરનું વેતન 19000થી 63200 રૂપિયા (7માં પગાર પંચનાં પે મેટ્રિક્સનાં લેવલ 2નાં આધારે) હશે. જે લોકો પાસે હળવા અને ભારે વાહનોનું લાઇસેંસ હોય તેઓ આ પોસ્ટ માટે એપ્લાઈ કરી શકે છે. આ પોસ્ટનાં સિલેક્શન માટે તેમનો ડ્રાઇવિંગ ટેસ્ટ પણ થશે.
આ પોસ્ટ માટે કેન્દ્ર સરકાર અને આર્મ્ડ ફૉર્સનાં પર્સનલ આવેદન કરી શકે છે. યોગ્યતાની રીતે તેમણે કેન્દ્ર સરકારનાં ડિસ્પેચ રાઇડર પદ પર કાર્યરત હોવું જોઇશે. ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઇએ. આ સિવાય તેને નાની-મોટી ગાડીની સમસ્યાઓ જાતે ઠીક કરવાનું જ્ઞાન હોવુ જોઇએ. આ સિવાય આર્મ્ડ ફૉર્સનાં રિટાયર થઇ ચુકેલા અથવા અનુભવી પર્સનલ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. આ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 56 વર્ષથી વધારે ના હોવી જોઇએ.
આ સિવાય જો તમે નોકરી ના કરવા ઇચ્છતા હો તો પણ પોસ્ટ ઑફિસ સાથે જોડાઇને કમાણી કરી શકો છો. ઇન્ડિયા પોસ્ટમાં તમે તેની ફ્રેન્ચાઇઝી લઇને પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ માટે વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઇએ અને 8મું ધોરણ પાસ હોવું જોઇએ.