કોરોના સંક્રમણની ત્રીજી લહેર પહેલાં રસીનું રક્ષાકવચ પુરૂં પાડવાના તંત્રના પ્રયત્નોથી મોટી ચંદુર ખાતે રસીકરણની ૧૦૦ ટકા કામગીરી
શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામે પણ યુવાનોનો રસીકરણ માટેનો અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો. તંત્રના પ્રયાસોથી રસીકરણ સેશનની જાણ સહિતની વ્યવસ્થા અને પ્રચાર-પ્રસારના પરિણામે ૧૮થી ૪૪ વર્ષની વયજૂથ ધરાવતા ૨૦૦ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો.
પાટણ જિલ્લાના વિકાસશીલ તાલુકાઓમાં જેનો સમાવેશ થાય છે તેવા શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ખાતે આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિનેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવેલા ૧૮થી ૪૪ વર્ષની વયજૂથ ધરાવતા ૨૦૦ લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. વેક્સિનેશન સેશનમાં પ્રતિદિવસ ૨૦૦ લોકોને રસી આપવાના તંત્રના આયોજનને પગલે વેક્સિનેશન સેશન આગોતરા પ્રચાર-પ્રસાર અને રસીકરણ અંગેની જાગૃતિના પરિણામે માત્ર ચાર કલાકના ટૂંકાગાળામાં ૨૦૦ લોકોને રસી આપી ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી.
- ચાઇલ્ડ પ્રોટેક્શન ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડના કાર્યક્રમમાં પાટણ જિલ્લાના માધ્યમિકના પાંચ શિક્ષકોને એવોર્ડ એનાયત
- ગુજરાત સરકાર દ્વારા 2005 પહેલાના કર્મચારીઓને OPS મા સમાવેશ કરવા ની સત્તાવાર રીતે થયેલ જાહેરાતની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ
- ગોકુલ ગ્રુપ ઓફ કંપનીઝના એમડી ધર્મેન્દ્રસિંહને ખેડૂત પુરસ્કાર શ્રી ગોવિંદભાઈ મેમોરિયલ એવોર્ડ ૨૦૨૪ થી કરાયા સન્માનિત
આરોગ્યકર્મીઓ અને આંગણવાડી કાર્યકરો દ્વારા ડોર-ટુ-ડોર જઈ રસીકરણ અંગે પ્રવર્તતી ગેરમાન્યતાઓ અને ડર દૂર કરી પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે રસીકરણ કરાવવા જનજાગૃતિની પ્રવૃત્તિની સાથે સાથે સામાજીક આગેવાનો અને તંત્રના અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવેલી અપીલના પગલે મોટી ચંદુર ગામના યુવાનોએ રસીકરણ માટે દર્શાવેલો ઉત્સાહ પ્રેરણારૂપ છે.
કોરોના વાયરસના સંક્રમણને ખાળવા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત હવે ૧૮થી ૪૪ વર્ષની વયજૂથ ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મહત્તમ લોકો રસી લે તે માટે કરવામાં આવી રહેલી પ્રચાર-પ્રસાર સહિતની કામગીરીના હકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. રસીકરણ માટે શહેરી વિસ્તાર જેટલો જ ઉત્સાહ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે.