મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં ચાર્જ થઇ રહેલા મોબાઇલ ફોન પર ફિલ્મ જોઇ રહેલા યુવાનને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું.

જો તમે ચાર્જિંગમાં ફોન મૂકીને મોબાઈલ મચેડતાં હોય તો હવે સાવધાન થઈ જજો. તમારા જેવા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરામાં એક યુવાન ફોન ચાર્જિંગ કરીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો. જે બાદ કરંટ આવતાં યુવાનનું મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વડોદરાના પરશુરામ ભઠ્ઠા ભાથુજીનગરમાં શિવભારતી ભાડાના મકાનમાં રહેતો હતો. મૃતક ફર્નિચરનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. મોડી સાંજે કામ પરથી આવ્યા બાદ મોબાઇલ ફોન ચાર્જમાં મૂકીને ફિલ્મ જોતો હતો. એકાએક મોબાઇલ ચાર્જરના કેબલમાં કરંટ લાગતા તે ફંગોળાઇ ગયો હતો.

શિવભારતીએ ચિસો પાડતા જ ઘરમાં હાજર તેનો ભાઇ તેની પાસે દોડી આવ્યો હતો. આ સાથે સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. અને શિવને તુરંત જ હોસ્પિટલમાં લઇ જવાની તૈયારી કરી હતી. પરંતુ હોસ્પિટલમાં જતી વખતે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવે વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હતી.
શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં શિવ ભારતી સાથે બનેલી ઘટના અંગે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.