Valsad
વલસાડ (Valsad) જિલ્લાના કપરાડા તાલુકાના ગીરનાળા ગામ ખાતે કૂતુહલ જગાવતો બનાવ સામે આવ્યો છે. અહીં જમીનમાં લાંબી અને ઊંડી તીરાડો જોવા મળી છે. જો કે, ગામ લોકોનું અનુમાન છે કે ભૂકંપ બાદ જમીન ધસી પડી છે. તેમજ ગામની સીમમાં આવી અનેક લાંબી અને ઊંડી તીરાડો જોવા મળતા કુતૂહલની સાથે સાથે લોકોમાં ડરની લાગણી ફેલાઈ છે.

શનિવારે આવેલા આંચકાની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ચારની હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ભૂકંપને કારણે કોઈ નુકસાન થયાની માહિતી સામે આવી નથી. પરંતુ તીરાડોની વાત સાંભળતા જ ગામના લોકોમાં ડરની લાગણી ફેલાઈ હતી.

જો કે, અહીંના લોકોનું કહેવું છે કે છેલ્લા ત્રણ દિવસથી રાત્રે આવા આંચકા આવે છે. જોકે, 5 તારીખે આવેલા આંચકા બાદ જમીનમાં આ તીરાડો પડી હતી. તથા અનેક જગ્યાએ જમીન ધસી પડી હતી.
આ ઉપરાંત કપરાડાના ડુંગરાળ વિસ્તારોમાં આ પહેલા પણ ભૂકંપના આંચકા આવતા હોવાનું લોકો જણાવી રહ્યા છે. જોકે, બીજી એક સંભાવના એવી પણ વ્યક્ત કરવામાં આવે છે કે અહીં ખીણોમાં પથ્થરો તોડવા માટે બ્લાસ્ટ કરવામાં આવતો હોવાથી લોકો આંચકા અનુભવે છે. જોકે, શનિવારે આવેલો આંચકો ભૂકંપનો જ હતો.
સવારે લોકોએ તીરાડો જોયા બાદ ગામમાં ફફડાટ ફેલાયો હતો. પડતર જમીનમાં એક જગ્યાએ સાત ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે. જો કે, સીમમાં બનેલી આ ઘટનાથી ગામમાં કોઈ નુકસાન થયું નથી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.