ફેમસ ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગ આત્મહત્યા કરવા વાપરેલી રિવૉલ્વરની સવા કરોડ રૂપિયામાં હરાજી થઈ છે. હરાજી પેરિસમાં યોજવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઓક્શન હાઉસે ખરીદાર વિશે કોઈ માહિતી આપી નથી. ઓક્શન આયોજકોએ ધાર્યા કરતાં ત્રણ ગણી વધારે કિંમતમાં બંદૂક લિલામ થઈ. દેખાવમાં આ રિવૉલ્વર ઘણી જૂની અને કટાઈ ગયેલી છે.
હરાજી ના આયોજકોએ કહ્યું કે, ચિત્રકારે આ બંદૂકથી જ આત્મહત્યા કરી હતી તે વાતની કોઈ સાબિતી નથી. વિનસેન્ટના મૃત્યુનાં આશરે 75 વર્ષ પછી આ ગન તેમનો મૃતદેહ મળ્યો હતો, તે સ્થળ પરથી મળી હતી. આ ઉપરાંત રિવૉલ્વરની ગોળી પણ વિનસેન્ટના પેટમાંથી મળેલી ગોળીને મળતી આવે છે. વૈજ્ઞાનિક શોધખોળમાં આ ગન વર્ષ 1890 પછી જમીનમાં દબાયેલી હતી તે વાત પણ સામે આવી છે.
આ પણ વાંચો : તાંબાના વાસણમાં પાણી પીવાના છે આટલા ફાયદા, આજે જ શરુ કરો.
આ પણ વાંચો : મહિલાને તેની એક નાની ભૂલ પડી ભારે, જાણો શું હતી ભુલ.
વિનસેન્ટે વર્ષ 1890માં પેટમાં ગોળી મારીને મારીને જીવન ટૂંકાવી દીધું હતું. જોવાની વાત તો એ છે કે, 7mmનીગન વર્ષ 1965માં એક ખેડૂતને તેનાં ખેતરમાંથી મળી હતી. આ એ જ જગ્યા છે, જ્યાં ચિત્રકારનો મૃતદેહ મળ્યો હતો. ખેડૂતે આ ગન હોટલના માલિકને સોંપી દીધી હતી. વર્ષ 2016માં આ હથિયારને ચિત્રકારનાં મ્યૂઝિયમમાં રાખવામાં આવ્યું હતું.
વિનસેન્ટનો જન્મ 30 માર્ચ 1853માં થયો હતો અને મૃત્યુ 29 જુલાઈ 1890માં થયું હતું. તેમનો જન્મ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. નાનપણથી જ તેઓ ગંભીર અને શાંત સ્વભાવ ધરાવતા હતા. 37 વર્ષમાં તેમણે 2100 પેન્ટિંગ્સ બનાવ્યા છે, જેમાંથી 860 પેન્ટિંગ્સ રોયલ હતાં. આટલા ફેમસ ચિત્રકાર હોવા છતાં તેઓ વ્યવસાયિક ધોરણે રૂપિયા કમાવવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. 37 વર્ષની ઉંમરે જ તેમણે જીવન ટૂંકાવી દીધું હતું, તે સમયે તેઓ ગરીબી અને માનસિક તકલીફો સામે લડી રહ્યા હતા. વેસ્ટર્ન આર્ટ ક્ષેત્રના તે મોસ્ટ ફેમસ પેન્ટર હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.