અરૂણસિંહ, બનાસકાંઠા : વાવ પંથકમાં એક માસુમ પર સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર મચી જવા પામી છે. શેરીમાં રમતા માસુમને મોઢું દબાવી ચોકલેટ અને પૈસા આપવાની લાલચ આપી ઘરમાં લઇ જઈ શખ્સઓએ કારસ્તાન કર્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોસીયલ મીડિયામાં વાયરલ કરતા કરતુત બહાર આવી હતી. પિતાએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એક ઈસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના વાવમાં (Vav Banaskantha)એક આઠ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં વાવ એક આઠ વર્ષના બાળક ઘરે આવી રમતો હતો, ત્યારે બે શખ્સોએ તેનું મોઢું દબાવી તેના ઘરે લઇ જઇ તેને પૈસા ચોકલેટની લાલચ આપી તેની સાથે સુષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરી તેનો વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો વાયરલ થતા બાળકના પિતાને જાણ થતાં બાળકને ઘટના વિશે પૂછતાં બાળકે તમામ હકીકત કહેતા બાળકના પિતાએ બંને વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વાવ પોલીસ સમગ્ર મામલે એક શખ્સની અટકાયત કરી વાયરલ વીડિઓ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ કૃત્ય આચરનાર બન્ને અપરાધીઓ વિદ્યાર્થીઓ છે.જેમાં એક સગીર છે.અને બન્ને સ્કૂલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. હાલ ઈન્ટરનેટ યુગ માં અભ્યાસ અર્થે વાલીઓ પોતાના બાળકો ને મોબાઈલ લઈ આપે છે અને સંતોષ માને છે કે બાળક ને તે અભ્યાસ માં મદદ કરશે .જોકે બાળકો તેનો દુરુપયોગ કરી,પોર્ન સાહિત્ય પણ જોતા હોય છે.અને તે બાદ તેમની માનસિકતા બગડે છે.અને આવા કિસ્સા બનતા હોય છે .