મોહમ્મદ પઠાણ, પાટણ : શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય પર્યાવરણ જાગૃતિમાં જળ બચાવો જીવન બચાવો સૂત્ર સાથે જળ જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું. જેના થકી લોકો સુધી પાણી બચાવો નો સંદેશ આપ્યો હતો.
શ્રી બી ડી સાર્વજનિક વિધાલય (B D School)દ્રારા શાળામાં બાળકો પરબથી પાણી પીવે ત્યારે પાણી પીધા સાથે સાથે બગાડ થાય તે પાણી પાઇપ લાઈનથી એક હોજમાં સંગ્રહ કરવામાં આવે છે અને તે પાણી દ્રારા શાળામાં આવેલ બગીચા નું પોષણ કરવામાં આવે છે.
ઉનાળામાં પણ લીલા બગીચા માટે આ પ્રોજેક્ટ ખૂબ સરસ અને સરળ રહે છે તેમજ વિધાર્થીઓ અને વાલીઓમાં જળ જાગૃતિ અભિયાન તેમજ જળ સંચય પણ વરસાદ નું પાણી જમીનમાં ઉતરે અને પાણી તળ સચવાય તે પણ પ્રોજેક્ટ હાથ ધરેલ છે. આજે પુનઃ તમામ નાગરિકો ને અપીલ કરીએ જળજાગૃતિમાં સામેલ થઈ આવનાર પેઠીઓની રક્ષા કરવા શાળા પરિવારે અપીલ કરી હતી.