માવસરી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઝડપી પાડતી બનાસકાંઠા એલસીબી
માવસારી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-2352/- કી.રૂ. 2,35,200/- તથા ટાટા સુમો ગોલ્ડ સાથે કુલ કી.રૂ. 4,35,200/- નો મુદૃામાલ ઝડપાયો.
એક ટાટા સુમો ગોલ્ડ R.J.16.UA.2936 માંથી ઝડપાયો વિદેશી દારૂ.
પોલીસ દ્વારા દારૂ ભરેલ ગાડીને રોકવાનો ઇસારો કરતા રોકેલ નહી તેનો પિછો કરતા ભોરોલ તરફ ભગાડતા પિછો ચાલુ રાખતા ભોરોલ ઢિમા ચાર રસ્તા થી સણવાલ તરફ ગાડી ભગાડતા સણવાલ પાસે ગાડી ને સામે આડસ આવતા ડ્રાઈવર રોડ ની સાઈડમા ગાડી ઉભી કરી નાસિ ગયેલ, ગાડી ચાલક ને નાસતા ઓળખેલ કે જે નરેશકુમાર વિશ્રોઈ રહે- સરવાણા તા.સાચોર હાલ રહે.આકોડા તા.ચિતલવાણા જી.જોલોર રાજસ્થાનના વાળો ગાડી મુકી ભાગી ગયેલ.
એલસીબી એ માવસરી પોલીસ ને સોંપી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.